Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર
વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં થઈ ગયેલા પ્રભાવક ગ્રંથકાર અને લોકપ્રિય જૈનાચાર્યોમાં કલિકાલસર્વજ્ઞના બિરુદથી વિભૂષિત આચાર્ય હેમચંદ્ર સર્વાધિક લોકપ્રિય રાજમાન્ય, સર્વોત્તમ ગ્રંથકાર અને જિનશાસનના મહાન આચાર્ય તરીકે સુખ્યાત છે. પોતાના તપ-ત્યાગ અને પ્રકાંડ પાંડિત્યથી પ્રભાવિત એવા તત્કાલીન બે-બે રાજાધિરાજો(સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ)ને સમયોચિત્ત સત્યપરામર્શ અને લોકકલ્યાણકારી માર્ગદર્શન તેઓ આપતા હતા. જનસામાન્યના તથા પોતાના આત્મકલ્યાણ અર્થે તથા સમષ્ટિના અભ્યુદય માટે નૈતિક, સામાજિક, ચારિત્રિક અને ધાર્મિક ઉન્નતિ થાય એવાં સત્કાર્યોની પ્રેરણા આપી જન-જનનાં જીવનમાં સાચી માનવતાના સંસ્કાર આપી હેમચંદ્રસૂરિએ જિનશાસનની ચિરસ્થાયી સેવા કરી.
‘પ્રભાવક ચરિત્ર’(રાજગચ્છીય આચાર્ય પ્રભાચંદ્રસૂરિની વિ.સં. ૧૩૩૪ની કૃતિ)ના ઉલ્લેખ અનુસાર સમૃદ્ધ ગુર્જર પ્રદેશમાં ચાલુક્યરાજ કર્ણના શાસનકાળમાં ધંધુકા નામના સુંદર નગરમાં ચાચો શાહ નામના મોઢે શ્રેષ્ઠી રહેતા હતા. શ્રેષ્ઠી ચાચિગ(ચાચો શાહ)ની પત્નીનું નામ પાહિની હતું. એક વખત રાત્રિના અંતિમ પ્રહરમાં શ્રેષ્ઠીપત્ની પાહિનીએ સ્વપ્નમાં જોયું કે એક દેદીપ્યમાન દિવ્ય ચિંતામણિ રત્ન એને પ્રાપ્ત થયું છે અને એ તેજોવુંજ અમૂલ્ય ચિંતામણિ રત્નને પોતાના આરાધ્ય ધર્મગુરુના કરકમળમાં સમર્પિત કરી રહી છે. સ્વપ્નદર્શન બાદ તરત જ પાહિનીની નિદ્રા ઊડી ગઈ તો એણે અનુભવ્યું કે રોમ-રોમ - પુલકિત થઈ રહ્યું છે.
એ દિવસોમાં ચંદ્રગચ્છીય આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિ ધંધુકા નગરમાં ‘મોઢ વસહી’ નામના સ્થાનકમાં બિરાજમાન હતા. પ્રાતઃકાર્યોથી નિવૃત્ત થઈને પાહિની ‘મોઢ વસહી’ તરફ ચાલી. આચાર્ય દેવચંદ્રસૂરિનાં દર્શન-વંદન કર્યા પછી પાહિનીએ આચાર્યશ્રીને પોતાના સ્વપ્નદર્શનની વાત સંભળાવતાં સ્વપ્નફળ જણાવવાની વિનંતી કરી. આચાર્ય દેવચંદ્રસૂરિએ થોડી ક્ષણો પૃથ્વી પર નજર ટકાવી રાખી અને પછી પાહિનીને કહ્યું : “ધર્મનિષ્ઠ ! તમે ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૧૨ ૦૭