Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સર્વ વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ગુરુસેવાની સમાંતરે એમણે જૈનાગમો અને આગમિક સાહિત્યનું પણ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. કિશોરવયમાં તેઓ સ્વપરદર્શનના પોતાના સમયના અપ્રતિમ વિદ્વાન સિદ્ધ થયા અને તેમનાં પાંડિત્યની ખ્યાતિ ચોતરફ પ્રસરી ગઈ.
ઘણી વિદ્યાઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કરવા છતાં પણ મુનિ સોમચંદ્રને આત્મસંતોષ ન થયો. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે - “પદાનસારિણી વિદ્યા જેવી વિલક્ષણ પ્રતિભા અથવા લબ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન ઉપાર્જિત કરી જિનશાસનના ઉત્કર્ષ, પ્રચાર, પ્રસાર માટે પરમોપયોગી ઉત્તમ સાહિત્યનું નિર્માણ થઈ શકે છે. પર્યાપ્ત વિચાર કર્યા પછી એમણે સરસ્વતીની ઉપાસના કરવાનો દઢ સંકલ્પ કર્યો અને એક દિવસ પ્રાતઃકાળે પોતાના ગુરુ દેવચંદ્રસૂરિની અનુમતિ મેળવી થોડા ગીતાર્થ મુનિઓ સાથે વિદ્યાના કેન્દ્ર બ્રાહ્મી દેશ તરફ પ્રસ્થાન કર્યું.
વિહારક્રમે રેવતાચળને પાર કરી મુનિ સોમચંદ્ર નેમિનાથ તીર્થમાં આવ્યા અને એકાંત જગ્યાએ રોકાયા. રાત્રે મુનિ સોમચંદ્ર બ્રાહ્મીની આરાધનામાં મગ્ન થઈ ગયા. વિદ્યાની દેવી બ્રાહ્મીની ઉપાસનાનાં ફળસ્વરૂપે લગભગ મધ્યરાત્રિએ બ્રાહ્મીદેવી એમની સમક્ષ પ્રગટ થયાં અને બોલ્યાં : “હે વિશુદ્ધમના વત્સ! હવે તમારે દેશાંતર જવાની કોઈ આવશ્યકતા નથી. હું તમારી નિષ્ઠાપૂર્વક અનન્ય ભક્તિથી પ્રસન્ન છું. તમને તમે ઇચ્છો છો તે કાર્ય અહીં સિદ્ધ થઈ જશે.”
બ્રાહ્મીદેવી આ રીતે મુનિ સોમચંદ્રને વરદાન આપી અદશ્ય થઈ ગઈ. દેવીના અંતર્ધાન થયા બાદ પણ સોમચંદ્રજીએ રાત્રિ બ્રાહ્મીની ઉપાસનામાં વ્યતીત કરી. આ રીતે કોઈ કષ્ટ વગર મુનિ સોમચંદ્ર સિદ્ધ સારસ્વત કવિ અને વિદ્વદ્ શિરોમણિ થઈ ગયા અને ગુરુની સેવામાં પરત ફર્યા. “પ્રબંધ ચિંતામણિ'ની એક પ્રતમાં મુનિ સોમચંદ્ર પર સરસ્વતીના પ્રસન્ન થવાનું વિવરણ જોવા મળે છે.
મુનિ સોમચંદ્રનાં અપ્રતિમ પાંડિત્યની પ્રસિદ્ધિ દૂર-દૂર સુધી પ્રસરી ગઈ હતી. જન-જનના મુખ પર એ જ વાત પ્રગટ થતી હતી કે – મુનિ સોમચંદ્રના કંઠમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજમાન છે. જટિલ સમસ્યાઓનું તેઓ તક્ષણ સમાધાન કરી દે છે.” ચૌદ વિદ્યાઓના જાણકાર મુનિ સોમચંદ્ર સમક્ષ કોઈ વિદ્વાન ક્ષણ પણ ટકી શકે નહિ. [ ૧૨૦ 96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)