Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સધવા મહિલાઓના હાથે અત્યંગ આદિ કરાવ્યા બાદ મૂલ્યવાન સુંદર વસ્ત્રો પહેરાવવાં તથા હાથોમાં સુવર્ણ કંકણ અને સુવર્ણ મુદ્રિકા પહેરાવવાનું પ્રચલન રહ્યું. ચંદ્રપ્રભસૂરિએ આને શ્રમણાચારથી નિતાંત વિરુદ્ધ અને અનાગમિક સિદ્ધ કર્યું. એમણે એક નૂતન ક્રાંતિનો સૂત્રપાત કર્યો કે - “જિનબિંબની પ્રતિષ્ઠા સાધુ દ્વારા નહિ, પરંતુ શ્રાવક દ્વારા જ કરાવવી જોઈએ.” આ બાબતે ચોતરફ એમનો ઘોર વિરોધ થયો. ચતુર્દશીના પાક્ષિક પ્રતિક્રમણ અને ચતુર્થીનાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની પરંપરામાં માનનારની સંખ્યા પણ અત્યાધિક હતી. આ કારણે આચાર્ય ચંદ્રપ્રભસૂરિનો ઘરમાં તથા બહાર અર્થાત્ સુવિહિત પરંપરાના વિવિધ ગચ્છોના આચાર્યો અને ચૈત્યવાસી પરંપરાના આચાર્યો દ્વારા પણ ઘોર વિરોધ થયો. આ રીતના પ્રબળ વિરોધનો સાહસપૂર્વક સામનો કરતાં ચંદ્રપ્રભસૂરિએ પૌર્ણમયકગચ્છનો પ્રચાર-પ્રસાર અને વિસ્તાર કર્યો. એમના દ્વારા પર્ણમયકગચ્છની સ્થાપના કરવાના સમય સુધી અણહિલપુર-પાટણના સંઘ પર ચૈત્યવાસી પરંપરાનું જ વર્ચસ્વ હતું. એ સમય સુધી ચૈત્યવાસી પરંપરા પર્યાપ્ત રૂપે સશક્ત હતી તથા એને રાજ્યાશ્રય પણ પ્રાપ્ત હતો. આ કારણે ચંદ્રપ્રભસૂરિને ઘણા સમય સુધી પોતાની માન્યતાઓના પ્રચાર માટે ચૈત્યવાસીઓ અને સુવિહિત પરંપરાના અનેક સુગઠિત અને સશક્ત ગચ્છો તરફથી કટ્ટર વિરોધનો સામનો કરવો પડ્યો. - પર્ણમયક-ગચ્છની સમયાંતરે અનેક શાખાઓ થઈ. જેમનાં નામ આ નીચે મુજબ છે : ૧. પૂર્ણિમા-ગચ્છ ઢંઢરિયા શાખા. આ શાખા મુખ્ય શાખા તરીકે
માનવામાં આવી છે. ત્રીજા આચાર્ય સમુદ્રઘોષથી આ નામ પડ્યું. ૨. સાધુ-પૂર્ણિમા-ગચ્છ - આ વસ્તુતઃ પર્ણમયક-ગચ્છની જ શાખા હતી,
પરંતુ અમુક સમય બાદ સાધુ પૂર્ણિમા-ગચ્છના નામથી સ્વતંત્ર ગચ્છ રૂપે ચાલતી હતી. ૩. ભીમપલ્લીય પૂર્ણિમાગચ્છ. [ ૧૦૮ 369696969696969696990 જન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)