Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જૈનો પર બીજું સંકટ આવ્યું ઈસાની સાતમી-આઠમી શતાબ્દીમાં પ્રથમ કુમારિલ્લ ભટ્ટ અને ત્યાર બાદ શંકરાચાર્યના દગ્વિજયના રૂપે. એમાં પ્રથમ સંકટ ઘાતક હતું. એ સંકટે ટૂંકાગાળામાં તામિલનાડુમાં શતાબ્દીઓથી સર્વાધિક શક્તિશાળી ધર્મના સ્વરૂપે રહેલા જૈનસંઘને લુપ્તપ્રાય કરી દીધો. બીજું જે સંકટ આવ્યું એ વસ્તુતઃ શીતયુદ્ધના સ્વરૂપે લાંબા સમય સુધી દેશવ્યાપી અભિયાન રહ્યું. આ બીજા સંકટમાં શંકરાચાર્ય દ્વારા ભારતના સુદૂરવર્તી વિભિન્ન દિશાઓ અને ભાગોમાં સ્થાપિત કરવામાં આવેલ પીઠોના માધ્યમથી યોજનાબદ્ધ રીતે બ્રહ્મસ્વૈત સિદ્ધાંતનું દેશવ્યાપી પ્રચાર-પ્રસારનું કાર્ય અવિરત ચાલતું રહ્યું. પરિણામ સ્વરૂપ જૈનોની પ્રચાર-પ્રસારાત્મક પ્રગતિ અવરોધાવાની સાથે-સાથે ધીમે-ધીમે ધર્માવલંબીઓની સંખ્યા પણ ક્ષીણ થવા લાગી.
જૈન પર ત્રીજું સંકટ રામાનુજાચાર્ય દ્વારા ઈ.સ. ૧૧૧૦ની આસપાસ પ્રારંભ કરવામાં આવેલ રામાનુજ વૈષ્ણવ સંપ્રદાયના ઉત્થાનપરક અભિયાનના રૂપે આવ્યું. ઈ.સ. ૧૧૩૦-૩૫ની આસપાસ લિંગાયતોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે આવેલું ત્રીજું સંકટ ખૂબ ભીષણ સ્વરૂપ લાવનારું રહ્યું. જૈનો વિરુદ્ધ શરૂ થયેલ લિંગાયતોનું આ અભિયાન તિરુ અપ્પર અને તિરુ જ્ઞાન સંબંધર દ્વારા તમિલનાડુમાં શરૂ થયેલ શૈવ અભિયાનની જેમ જૈનો માટે ખૂબ ઘાતક હતું. લિંગાયતોનું આ અભિયાન ઈ.સ.ની પંદરમી-સોળમી સદીમાં લાંબા સમય સુધી વિવિધ તબક્કે ચાલતું રહ્યું. અંતિમ ચરણ સુધી લિંગાયતોના ધર્મોન્માદે જે ભીષણ સ્વરૂપે જૈનોનો સંહાર કર્યો તેની ઝલક શ્રી શૈલમ પર અવસ્થિત શ્રી મલ્લિકાર્જુન મંદિરના સ્તંભો પર અંકિત લિંગાયત પ્રધાન લિંગાના અભિલેખથી પ્રગટ છે. . . જ્યાં સુધી વૈષ્ણવ સંપ્રદાયના જૈન વિરોધી અભિયાનનો પ્રશ્ન છે, એ શ્રી રામાનુજાચાર્યના જીવનકાળ સુધી શાંતિપૂર્ણ રહ્યું. એ ગાળા દરમિયાન જૈનોનો સંહાર કે બળજબરીથી ધર્મપરિવર્તનની ઘટના ઘટી નથી. રામાનુજાચાર્યના હાથે લખાયેલ એક તાડપત્રીય અનુશાસનથી એટલું સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે એમણે પોતાના અનુયાયીઓને જૈનો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહારનો નિર્દેશ આપ્યો અને જૈન મંદિરોને પણ વૈષ્ણવ મંદિરોની સમાન જ સંરક્ષણ આપવાનો આદેશ આપ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) ૬૩૬ ૬૩૬૬૬૬૬૬૬૬૨ ૫ |