Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ રીતે જે ચૈત્યવાસી પરંપરાના સુવિશાળ, સુગઠિત અને શકિતશાળી સંગઠનના મહાન ક્રિયોદ્ધારક વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિએ વિક્રમ સં. ૧૦૮૦માં હચમચાવી નાખ્યું અને વિક્રમ સં. ૧૧૬૫ થી પૂર્વે જ જિનવલ્લભસૂરિએ છિન્ન-ભિન્ન, અશક્ત અને નિમ્પ્રભાવક બનાવી દીધું. ફળસ્વરૂપ સુવિહિત પરંપરા ઉત્તરોત્તર પ્રગતિ તરફ અગ્રેસર થવા લાગી.
આ બધાં તથ્થોનાં પરિપ્રેક્ષ્યમાં વિચાર કરતાં એ જ નિષ્કર્ષ નીકળે છે કે જિનવલ્લભસૂરિ પોતાના સમયને એક મહાન સાહસિક, ક્રાંતિકારી વિચારધારાના વાહક એવા ઉત્તમ વિદ્વાન હતા. એમણે પોતાના સંઘને શિથિલાચારના ખદબદતા કીચડમાંથી બહાર કાઢવાનું અદ્ભુત કામ કર્યું. ઘર અને બહારના વિરોધ છતાં તેઓ ચૈત્યવાસી પરંપરાના બાહ્ય વર્ચસ્વને સદાયને માટે સમાપ્ત કરવામાં સફળ થયા.
સાહસિક ધર્મપ્રચારક હોવાની સાથે સાથે તેઓ એક સફળ સાહિત્યસર્જક અને શ્રેષ્ઠ કવિ પણ હતા. એમની નિમ્નલિખિત સત્તર કૃતિઓ આજે પણ જૈન સાહિત્યમાં નોંધપાત્ર શ્રીવૃદ્ધિ ગણાય છે.
(૧) આગમિક વસ્તુ વિચાર સાર. (૨) પ્રશ્નષષ્ઠિ શતક (૩) શૃંગાર શતક (૪) પિંડ વિશુદ્ધિ પ્રકરણ (૫) ગણધર સાર્ધ શતક (૬) સંઘ પટ્ટક (૭) પૌષધ વિધ પ્રકરણ (૮) ધર્મ શિક્ષા . (૯) ધમોપદેશમય દ્વાદશમૂલક રૂપ પ્રકરણ (૧૦) સ્વપ્નાષ્ટક વિચાર (૧૧) પ્રશ્નોત્તર શતક (૧૨) ચિત્ર કાવ્ય (૧૩) અજિત શાંતિ સ્તવન (૧૪) જિન કલ્યાણક સ્તોત્ર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૪) 96969696969696969696969 ૭૯ ]