Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(જેમણે જિનવલ્લભસૂરિને આચાર્યપદે પ્રતિષ્ઠિત કર્યા હતા.) ધર્મસ્નેહ સોમચંદ્ર મુનિ પર વધતો ગયો.
વિ. સં. ૧૧૬૭ની કારતક વદ બારશની રાત્રિના અંતિમ પ્રહરમાં જિનવલ્લભસૂરિનું સમાધિપૂર્વક સ્વર્ગારોહણ થયું. એમના આકસ્મિક સ્વર્ગવાસથી દેવભદ્રાચાર્ય ચિંતિત રહેવા લાગ્યા. એમણે જિનવલ્લભસૂરિની પાટ ઉપર કોઈ સુપાત્રને પ્રતિષ્ઠિત કરવાનો નિર્ધાર કર્યો.
જિનવલ્લભસૂરિની પાટ પર બિરાજીને જિનશાસનની શોભામાં અભિવૃદ્ધિ કરે એવા પ્રતિભાશાળી વિદ્વાન સાધુ વિશે ચિંતન કરી રહેલા દેવભદ્રાચાર્યજીના મસ્તિષ્કમાં મુનિ સોમચંદ્રજીનું નામ ઊભરી આવ્યું. દેવભદ્રાચાર્યએ અનુભવ્યું કે મુનિ સોમચંદ્રમાં એ દરેક ગુણ છે, જે એક સક્ષમ-સમર્થ આચાર્યમાં હોવા જોઈએ. તેઓ વિદ્વાન છે, વક્તા છે, નિતાંત નિર્ભીક છે અને સ્પષ્ટવાદી પણ. પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ - દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં સંઘને આગળ વધારવાની મુનિ સોમચંદ્રમાં અદ્ભુત ક્ષમતા છે. તેમનું વ્યક્તિત્વ ગૌરવશાળી, ઓજસ્વી, ગંભીર અને પ્રતિભાશાળી છે. એમનું હૃદય નવનીત જેવું સુસ્નિગ્ધ, સુકોમળ અને મનોબળ વજથી પણ કઠોર છે. તેઓ જિનેશ્વરસૂરિના પટ્ટધરપદે બધી દષ્ટિએ સર્વથા યોગ્ય છે.
દેવભદ્રાચાર્યએ ચતુર્વિધ સંઘ સાથે મંત્રણા બાદ મુનિ સોમચંદ્રને સંદેશ મોકલ્યો કે - “તેઓ સીધા ચિતોડ પહોંચે, જેથી એમને જિનવલ્લભસૂરિની પાટ પર પ્રતિષ્ઠિત કરી શકાય.” ખરેખર તો જિનવલ્લભસૂરિની પણ એ જ ઇચ્છા હતી. શિષ્ય પરિવાર સહિત દેવભદ્રાચાર્ય અને વર્ધમાનસૂરિના ગચ્છના અનેક સાધુ અને શ્રાવક આદિ ચિતોડ પહોંચ્યા. ચતુર્વિધ સંઘે પટ્ટાભિષેકના અવસર પર થતી તમામ પ્રકારની વ્યવસ્થા કરી. એક દિવસ દેવભદ્રાચાર્યએ પંડિત મુનિ સોમચંદ્રને એકાંતમાં જણાવ્યું : “અમુક દિવસે આપને જિનવલ્લભસૂરિની પાટ પર બેસાડવામાં આવશે.”
સોમચંદ્રમુનિએ ઉત્તર આપ્યો : “આપે જે વિચાર કર્યો છે તે યોગ્ય જ છે, પરંતુ આ મુહૂર્ત પર અગર મને જિનવલ્લભસૂરિની પાટ પર બેસાડશો તો હું ચિરંજીવી નહિ થઈ શકે. આ મુહૂર્તના છ દિવસ પછી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 36369696969696969696963 ૮૩ |