Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આયાર્ય જિનવલ્લભસૂરિ મહાન ક્રિયોદ્ધારક આચાર્ય વર્ધમાનસૂરિ ખરતરગચ્છ પરંપરામાં જિનવલ્લભસૂરિ નામના એક મહાન પ્રભાવક આચાર્ય થયા. તેઓ ઉચ્ચકોટિના આગમમર્મજ્ઞ વાદી, નિમિત્ત શાસ્ત્રજ્ઞ અને ક્રાંતિદૂત તુલ્ય મહામુનિ હતા. એમનું સંપૂર્ણ જીવન સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાં પસાર થયું. એમને માત્ર પ્રતિપક્ષી ચૈત્યવાસી પરંપરાના આચાર્યો સાથે જ સંઘર્ષ નહોતો, ઉપરાંત સુવિહિત નામથી ઓળખાતી અમુક પરંપરાઓના વિદ્વાનો સાથે પણ સંઘર્ષ કરવો પડ્યો. ચૈત્યવાસી પરંપરાની સાથે તો એમનો સંઘર્ષ જીવનભર ચાલતો રહ્યો. ચૈત્યવાસી પરંપરાના વર્ચસ્વને સમાપ્ત કરવામાં વર્ધમાનસૂરિ અને જિનેશ્વરસૂરિ પછી એમનું સર્વાધિક યોગદાન રહ્યું. - ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી મુજબ એમનું જન્મસ્થાન આશીદુર્ગ હતું. એમની શૈશવ અવસ્થામાં જ પિતાનું દેહાવસાન થયું હતું. એમની વિધવા માતાએ ખૂબ પરિશ્રમ કરી એમનું લાલન-પાલન કર્યું. આશીદુર્ગમાં ચૈત્યવાસી પરંપરાના કૂર્યપુરીય ચૈત્યના અધિષ્ઠાતા આચાર્ય જિનેશ્વરસૂરિ હતા. એમના મઠમાં આશીદુર્ગના નિવાસી શ્રાવકોના દીકરાઓ અધ્યયન અર્થે આવતા હતા. જિનવલ્લભની માતાએ પણ પોતાના પુત્રને અધ્યયન યોગ્ય આયુમાં તેમને મઠમાં મોકલ્યા. શૈશવકાળથી જિનવલ્લભ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એમણે નિષ્ઠાપૂર્વક અધ્યયનનો પ્રારંભ કર્યો અને થોડા સમયમાં જ તેમની ગણના મઠના સર્વશ્રેષ્ઠ છાત્ર તરીકે થવા લાગી.
આચાર્ય જિનેશ્વરસૂરિએ મનોમન વિચાર કર્યો કે - “આ બાળક ખૂબ હોનહાર અને ગુણસંપન્ન છે. આને શિષ્ય અવશ્ય બનાવવો જોઈએ. આગળ જતાં પ્રભાવક આચાર્ય બનવાની તેનામાં ક્ષમતા છે. આ રીતે વિચાર કરી જિનેશ્વરસૂરિએ જિનવલ્લભની માતાને સારી રીતે સમજાવીને એ બાળકને પોતાનો શિષ્ય બનાવ્યો. દીક્ષા બાદ જિનેશ્વરસૂરિએ તેમને નિમિત્તજ્ઞાન આદિ અનેક પ્રકારની વિદ્યાઓનું અધ્યયન કરાવ્યું. આ રીતે મુનિ જિનવલ્લભ અનેક વિદ્યાઓમાં નિષ્ણાત થઈ ગયા.
એક દિવસ જિનેશ્વરસૂરિને કોઈ આવશ્યક કામ માટે ગામતરે જવાની આવશ્યકતા ઊભી થઈ, તેથી મઠનો કાર્યભાર પંડિત મુનિ જિનવલ્લભને સોપ્યો. | ૬૮ દદદદદ0636969696969] જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪),