Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થોડા સમય પહેલાં જે બે જિનમંદિર બનાવ્યાં છે, એની વ્યવસ્થા માટે દાન કરી દો.”
રાજા આ રીતે જિનવલ્લભગણિની નિઃસ્પૃહતા જોઈને ચમત્કૃત અને સંતુષ્ટ થયા અને એમણે ચિત્રકૂટના બંને જૈનમંદિરો માટે શાશ્વત દાનની રાજાજ્ઞા પ્રસારિત કરી.
ત્યાર બાદ જિનવલ્લભગણિ અનેક ક્ષેત્રમાં ધર્મપ્રચાર કરતાં નાગપુર-નાગૌર પધાર્યા. આ બાજુ અનેક સ્થાનો પર વિચરણ કરતાં દેવભદ્રાચાર્ય અણહિલપુર-પાટણ પધાર્યા. ત્યાં દેવભદ્રાચાર્યએ વિચાર કર્યો કે પ્રસન્નચંદ્રાચાર્યએ સ્વર્ગારોહણથી પૂર્વે મને એમ કહ્યું હતું કે - “જિનવલ્લભગણિને અભયદેવસૂરિની પાટ પર બેસાડી દેવા.” એ કાર્ય માટે અત્યારે ઉપયુક્ત સમય છે. એમણે તત્કાળ નાગપુરનાગૌરમાં વિરાજિત જિનવલ્લભગણિને પત્ર દ્વારા ચિત્રકૂટ પહોંચવાનો સંદેશ મોકલ્યો. '
ત્યાર બાદ જિનવલ્લભગણિ અને દેવભદ્રાચાર્ય પોતપોતાના સમુદાયની સાથે ચિત્તોડ પહોંચ્યા. પં. સોમચંદ્રને પણ એ વખતે બોલાવવામાં આવ્યા હતા, પણ તેઓ ચિત્તોડ પહોંચી શક્યા ન હતા. શુભ મુહૂર્ત જોઈને દેવભદ્રસૂરિએ વિક્રમ સં. ૧૧૬૭ની અષાઢ સુદ છઠ્ઠના દિવસે ચિત્તોડસ્થિત વીર વિધિ ચૈત્યમાં જિનવલ્લભસૂરિને નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિની પાટ પર આચાર્યપદ પ્રદાન કર્યું. આ રીતે જિનવલ્લભસૂરિને અભયદેવસૂરિના પટ્ટધર નિયુક્ત કરી દેવભદ્રાચાર્યએ પોતાના શિષ્ય પરિવાર સહિત વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરવા લાગ્યા. - આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા બાદ જિનવલ્લભસૂરિ વિધિમાર્ગના પ્રસાર-પ્રચાર માટે નિરંતર પ્રયાસ કરતા રહ્યા અને અચાનક તેમનું સ્વાથ્ય કથળ્યું. વ્યાધિનાં આકસ્મિક આક્રમણને જોઈને નિમિત્તજ્ઞાનના બળથી એમણે જાણી લીધું કે એમનો અંતિમ સમય આવી ચૂક્યો છે. એમણે વિક્રમ સં. ૧૧૬૭ની કારતક વદ દશમના દિવસે પોતાનાં સર્વ દુષ્કૃત્યોની આલોચના કરી સંથારો લીધો. નમસ્કારમંત્રનો નિરંતર જાપ કરતાં કરતાં વિક્રમ સંવત ૧૧૬૭ની કારતક વદ બારશના દિવસે રાત્રિના અંતિમ પ્રહરમાં ત્રણ દિવસના સંથારા બાદ તેઓ ચતુર્થ દેવલોકના અધિકારી થયા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) દ69696969696969696963 ૦૫ |