Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(દક્ષિણમાં જૈન ધર્મ પર પુનઃ સંકટ) પ્રસ્તુત ગ્રંથમાળાના તૃતીય ભાગમાં પ્રામાણિક શિલાલેખો અને ઐતિહાસિક ઘટનાઓના આધારે એ દર્શાવી દેવામાં આવ્યું છે કે ગંગ, કદંબ, રાષ્ટ્રકૂટ અને હોસલ રાજવંશોના શાસનકાળમાં દક્ષિણમાં જૈન ધર્મ અને સમાજની ઉલ્લેખનીય અભિવૃદ્ધિ થઈ. એમના રાજ્યકાળમાં જૈન ધર્મની ગણના દક્ષિણ ભારતના ધર્મોમાં એક મુખ્ય ધર્મ તરીકે થવા લાગી હતી. ઈસુની બીજી શતાબ્દીથી સાતમી શતાબ્દી સુધી દક્ષિણમાં જૈન ધર્મ બહુજન-સંમત, સર્વાધિક વર્ચસ્વશાળી અને શક્તિસંપન્ન ધર્મ મનાતો રહ્યો. વી. નિ. સં. ૧૫૦૧ (ઈ. સ. ૯૭૪)માં રાષ્ટ્રકૂટવંશીય રાજા ઈન્દ્ર ચોથાના સંલેખનાપૂર્વક દેહાવસાન બાદ પશ્ચિમી ચાલુક્યોનો શાસનકાળ આવ્યો.
પશ્ચિમી ચાલુક્યોના શાસનકાળમાં જૈન ધર્મની પ્રગતિ એક રીતે અવરોધાઈ હતી. પશ્ચિમી ચાલુક્યોના શાસનકાળમાં રાજયાશ્રય ન મળવાથી જૈન ધર્મ ધીમે-ધીમે ગૌણ થતો ગયો. જૈન વસતિઓમાંથી જૈનોનાં આરાધ્યદેવોની મૂર્તિઓ ઉખાડીને ફેંકી દેવામાં આવી. જૈન પ્રતિમાઓના સ્થાને પૌરાણિક શૈવ અથવા વૈષ્ણવ મૂર્તિઓ પ્રતિષ્ઠાપિત કરવામાં આવી. પણ આવી સ્થિતિ બહુ લાંબો વખત ચાલી નહિ.
ઈ.સ. ૧૧ ૨૬માં કલચુરી રાજા વિજ્જલે ચાલુક્ય રાજાના સિંહાસન પર અધિકાર મેળવી પોતાને સાર્વભોમ મહારાજા ઘોષિત કર્યો. વિજ્જલના પ્રારંભિક શાસનકાળમાં જૈન ધર્મની પુનઃ પ્રગતિ થવા લાગી. વિજ્જલ પોતે જૈન હતા અને પોતાને ચક્રવર્તી ઘોષિત કરેલ. એ વખતે જૈનસંઘે પોતાની ગુમાવેલી શકિત પુનઃ અજિત કરી અને પ્રભાવશાળી ધર્મસંઘ તરીકે પ્રભાવ વિસ્તાર્યો. પરંતુ જૈન ધર્મનું આ વર્ચસ્વ પણ બુઝાતા દીપકના ઝગમગાટ જેવું જ હતું. મહારાજા વિજ્જલનો બસવા નામનો એક મંત્રી ગુપ્ત સ્વરૂપે લિંગાયત ધર્મનો પ્રચાર કરવા લાગ્યો. આ પ્રચાર માટે તે કલ્યાણીના રાજકોષનો પોતાની ઈચ્છા અનુસાર વ્યય કરવા લાગ્યો. જ્યારે વિજ્જલને આ જાણ થઈ કે એનો રાજદ્રોહી મંત્રી બનવા રાજકોષમાંથી વિશાળ ૬૦ 263963625 દદ}દદદદ | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)