Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પણ સારી સંખ્યામાં કર્ણાટક પ્રદેશમાં જૈન વિદ્યમાન રહ્યા. મૈસૂરના ઉત્તરવર્તી રાજવંશ દ્વારા જૈન ધર્માવલંબીઓને વખતોવખત સહાયતા પ્રાપ્ત થતી રહી. વિદેશી શાસકો દ્વારા પણ જૈનો સાથે યત્કિંચિતું ઉદારતાપૂર્ણ વ્યવહાર રહ્યો. ઉદાહરણ તરીકે જોઈએ તો હૈદર નાઈકે જૈન મંદિરોને ગ્રામદાન પણ આપ્યું.
ઈ. સ. ૧૩૨૬ની આસપાસ મુસ્લિમ આક્રાંતાઓએ હોલ રાજ્યને ઉખાડી ફેંક્યું. મુસલમાનોના આક્રમણથી જે અરાજકતા ઉત્પન્ન થઈ એના પરિણામ સ્વરૂપે વિજયનગરમાં એક શક્તિશાળી હિન્દુ રાજ્યનો અભ્યદય થયો. વિજયનગરના ચાલુક્યવંશી રાજા મોટેભાગે વૈષ્ણવધર્મી હતા અને મંત્રી પણ મોટેભાગે બ્રાહ્મણો જ હતા. આ કારણે જૈનધર્મીઓને પોતાની શક્તિના સંચયનો કોઈ અવસર મળ્યો નહિ, પરંતુ વિજયનગરના શાસકોએ વૈષ્ણવ ધર્માવલંબીઓ દ્વારા જૈનધર્માવલંબીઓ વિરુદ્ધ કરવામાં આવેલાં અભિયાનોથી જૈનોનું રક્ષણ અવશ્ય કર્યું. વિજયનગરના કોઈ પણ રાજાએ કોઈ જેનને કદી સતાવ્યા નહિ. ખરેખર તો વિજયનગરના રાજાઓએ જેનોને સંકટની ઘણી ક્ષણોમાં બધી રીતે સંરક્ષણ આપ્યું.
ઉદાહરણ સ્વરૂપ ઈ. સ. ૧૩૫૩ થી ૧૩૭૭ સુધીના વિજયનગર રાજ્ય પર ચાલુક્યરાજ બુરાયનું શાસન હતું. તેણે પોતાના શાસનકાળમાં જૈનો અને વૈષ્ણવોની વચ્ચે એક ઐતિહાસિક સંધિ કરાવી ખરાબ સમયમાં જૈન ધર્મની સહાયતા કરી. આ સંધિ સંસારમાં અન્યત્ર દુર્લભ અને અનુકરણીય આદર્શ છે. ડૉ. પી. બી. દેસાઈએ બુક્કરાયના આ અનુશાસન સંબંધમાં ઐતિહાસિક કૃતિ એ હિસ્ટ્રી ઑફ કર્ણાટકમાં જે લખ્યું છે એનો અનુવાદ અહીં આપવામાં આવ્યો છે.
F
| દર
9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)