Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પહોંચી તેમણે શત્રુઓનો સંહાર કર્યો. એ ભીષણ સંગ્રામમાં શૌર્યશાળી ગખર યોદ્ધાઓએ થોડા જ સમયમાં મહમૂદની સેનાના ૫000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા. વિજય ભારતીય સેનાના હાથવેંતમાં હતો કે અચાનક સળગતું તીર આનંદપાલના હાથીના કપાળમાં વાગ્યું અને ઊંડે સુધી ઘૂસી ગયું. આનંદપાલનો હાથી ને થાયુક્ત તીરની દાહક જ્વાળાઓથી ત્રસ્ત થઈ કર્ણભેદક રીતે ચિંઘાડતો રણમેદાનથી ભાગ્યો. એનાથી ભારતીય સેનાઓએ સમજી લીધું કે રાજા આનંદપાલ રણમેદાનમાં પીઠ બતાવીને ભાગ્યા છે. આ ગેરસમજના કારણે યુદ્ધમાં મગ્ન અન્ય છ રાજાઓની સેનાઓ પણ રણભૂમિથી પલાયન કરવા લાગી. અને આ રીતે થોડી ક્ષણોમાં જે વિજય પ્રાપ્ત થવાનો હતો ત્યાં ભરપૂર શક્તિ હોવા છતાં પરાજય થયો. મહમૂદને અતુલ ધન-સંપત્તિની સાથે જ પ્રચુર માત્રામાં હાથી આદિ અન્ય સૈન્ય-સામગ્રી હાથ લાગી.
વિક્રમ સંવત ૧૦૭૫માં મહમૂદ ગજનવીએ કનોજ પર આક્રમણ કરી ત્યાંના રાજા રાજ્યપાલને પોતાને અધીન કર્યા. ત્યાંથી પણ પ્રચુર માત્રામાં ધન-સંપત્તિ પ્રાપ્ત થઈ. ત્યાર બાદ એણે યમુનાતટ પર વસેલા મહાવન પર આક્રમણ કર્યું. ત્યાંના રાજા ફૂલચંદ્રએ શત્રુ સાથે યુદ્ધ કરવા માટે પ્રયાણ તો કર્યું, પરંતુ શત્રુસૈન્યની શક્તિ સમક્ષ પોતાની સૈન્યશક્તિને અપર્યાપ્ત સમજી પરાજયના કલંકથી બચવા માટે પોતાના પરિવારને મારીને શત્રુથી યુદ્ધ કરતાં પૂર્વ જ આત્મઘાત કરી લીધો. મહાવનની લૂંટમાં મહમૂદને ૮૦ હાથી અને વિપુલ ધનરાશિ મળી.
મહાવનને લૂંટ્યા બાદ મહમૂદે મથુરા પર આક્રમણ કર્યું. નામમાત્રની એક નાનકડી લડાઈમાં જ હરદત્ત રાજાને હરાવીને મહમૂદે મથુરા પર સહજ રીતે અધિકાર પ્રાપ્ત કરી લીધો. મહમૂદે સોના-ચાંદીની મૂર્તિઓને પણ તોડી પાડી. એ મૂર્તિઓમાં જડેલાં અણમોલ લાલ હીરા-પન્ના આદિ રત્નોને મહમૂદે પોતાના તાબામાં લીધા. મથુરાના દરેક મંદિરની મૂર્તિઓને ગળાવી સોના-ચાંદીની શિલાઓ હસ્તગત કરી. આ રીતે લૂંટમાં પ્રાપ્ત થયેલી અપાર ધનસંપદાને સાથે લઈ તે ગજની તરફ પાછો ફર્યો અને માર્ગમાં જેટલાં પણ મંદિર મળ્યાં તેની મૂર્તિઓને તોડી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 પપ |