Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
::
૪. જ્ઞાતાધર્મકથાંગ વૃત્તિ ઃ છઠ્ઠા આગમ જ્ઞાતાધર્મકથા પર ૩૮૦૦ શ્લોક-પ્રમાણ, આ વૃત્તિની રચના વિ. સં. ૧૧૨૦માં અણહિલપુરપાટણમાં સંપન્ન કરી. આચાર્ય દ્રોણસૂરિએ આનું સંશોધન કર્યું. ૫. ઉપાસકદશાંગ વૃત્તિ : સાતમા આગમ ઉપાસકદશાંગ પર ૧૮૧૨ શ્લોક-પ્રમાણ, આ વૃત્તિની રચના કરી.
૬. અંતકૃદશાંગ વૃત્તિ : આઠમા આગમ અંતકૃતદશાંગ પર ૮૯૯ શ્લોક-પ્રમાણ વૃત્તિની રચના કરી.
:
. અનુત્તરોપપાતિકદશાંગ વૃત્તિ ઃ આ વૃત્તિ એકાદશાંગીના નવમા આગમ પર રચવામાં આવી.
૮. પ્રશ્નવ્યાકરણ વૃત્તિ ઃ દસમા આગમ પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર રચિત આ વૃત્તિ ૧૬૩૦ શ્લોક - પ્રમાણ છે.
૯. વિપાક વૃત્તિ: અગિયારમા આગમ વિપાક સૂત્ર પર ૩૧૨૫ શ્લોક-પ્રમાણ, આ વૃત્તિની રચના અણહિલપુર - પાટણમાં સંપન્ન કરી. આ વૃત્તિને પણ આચાર્ય દ્રોણસૂરિએ સંશોધિત કરી.
નવ અંગ આગમ ગ્રંથો પર નવ વૃત્તિઓ સિવાય અભયદેવસૂરિએ ઔપપાતિક નામક ઉપાંગ સૂત્ર પર પણ ૩૧૨૫ શ્લોક-પ્રમાણ વૃત્તિની રચના કરી. નવ અંગો અને એક ઉપાંગ પર આ દસ વૃત્તિઓની રચના સિવાય એમણે પ્રજ્ઞાપના તૃતીય પદ-સંગ્રહણી, પંચાશક વૃત્તિ, જયતિહુયણ સ્તોત્ર, પંચનિથી અને ષષ્ઠ કર્મગ્રંથ-સપ્તતિકા ભાષ્યની પણ રચના કરી.
આચાર્ય અભયદેવસૂરિ દ્વારા ૯ (નવ) અંગો પર રચિત આ વૃત્તિઓ આ નવ અંગોનાં ગૂઢાર્થપૂર્ણ સૂત્રો અને શબ્દો પર સ્પષ્ટ પ્રકાશ પાથરનાર છે. ન તો એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે કે ન તો અતિ વિસ્તારપૂર્ણ.
વૃત્તિઓની પ્રતિલિપિઓ લખવાને વિશે પ્રભાવક ચરિત્રકાર અને ખરતરગચ્છ ગુર્વાવલીકારે એક બીજાથી ભિન્ન એવા બે પ્રકારના ઉલ્લેખ કર્યા છે. પ્રભાવક ચરિત્ર અનુસાર અભયદેવસૂરિ દ્વારા વૃત્તિઓની રચના થઈ ગયા પછી શ્રાવકોએ એ વૃત્તિઓની પ્રતિલિપિઓ કરવાનું કાર્ય હાથ પર લીધું. ત્યાર બાદ પાટણ, તામ્રલિપ્તિ, આશાપલ્લી અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૩
૪૩