Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ધવલક નગરના ૮૪ શ્રાવકોએ એ નકલોની બીજી અનેક પ્રતિલિપિઓ પ્રચુરમાત્રામાં લખાવીને અભયદેવસૂરિને સમર્પિત કરી.
અભયદેવસૂરિએ નવ અંગોની વૃત્તિઓમાંથી ચાર અંગોની વૃત્તિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં લખ્યું છે કે - “આ વૃત્તિઓની રચના પાટણમાં પૂરી કરી.” ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલીમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે - “નવાંગી વૃત્તિકારે પાટણસ્થિત કરડિહટ્ટી વસતિમાં બિરાજીને નવ અંગો પર વૃત્તિઓની રચના કરી.” એનાથી વિપરીત પ્રભાવચંદ્રસૂરિએ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે - નવાંગી વૃત્તિકારે વૃત્તિઓની રચના પલ્યપદ્રપુરમાં કરી.” '
જૈનજગતના વિદ્ધન્વર્ગનું ધ્યાન આચાર્ય અભયદેવસૂરિના અનુપમ મહાન ગુણ તરફ આકર્ષિત કરવાના હેતુથી એમની વૃત્તિઓનાં બે ઉદ્ધરણ અહીં પ્રસ્તુત છે.
નવ અંગો પર વૃત્તિઓની રચના કરતી વખતે એમની સમક્ષ સાત મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ. તત્કાલીન જિનોપાસકો અને એમની ભાવિ પેઢીઓ સમક્ષ મુશ્કેલીઓ રજૂ કરતાં એમણે સ્થાનાંગ વૃત્તિમાં એનો ઉલ્લેખ કર્યો છે.
એમાંની પ્રથમ મુશ્કેલી - “સત્સમ્પ્રદાયહીનત્વા' પર ગહનતાથી વિચાર કરવાની આવશ્યકતા પ્રશસ્તિના પ્રથમ શ્લોકના ઉક્ત પ્રથમ ચરણમાં અભયદેવસૂરિએ કોઈ પણ પ્રકારનાં સાંપ્રદાયિક વ્યામોહ વગર પૂરી નિર્ભીકતા સાથે જૈન-વિશ્વ સમક્ષ સ્પષ્ટ રીતે સત્ય પ્રગટ કર્યું કે - “આજે (વૃત્તિકારના યુગમાં) સત્સંપ્રદાય અર્થાત્ આગમોના ગૂઢાર્થસભર શબ્દો અને સૂત્રોના વાસ્તવિક અર્થનો બોધ કરાવનારી સત્ એટલે કે શ્રેષ્ઠ સમ્યફ ગુરુ પરંપરાનો અભાવ છે. પેતાની વૃત્તિ નિર્માણકાળથી લગભગ છ શતાબ્દી પૂર્વે શરૂ થયેલી વિશુદ્ધ આગમિક પરંપરાના હાસે વી. નિ. સં. ૧૫૫૦ આવતા-આવતા આત્યંતિક હૂાસનું સ્વરૂપ ધારણ કરી લીધું. એનાથી સંપ્રદાય અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીરની મૂળ વિશુદ્ધ પરંપરાની દુર્દશા થઈ. એ સ્થિતિનું અભયદેવસૂરિએ વાસ્તવિક ચિત્ર પ્રગટ કરતાં કોઈ પણ મતાગ્રહ રાખ્યા વગર સ્પષ્ટ રૂપે કહ્યું કે – “આજે સત્સંપ્રદાયનો એક પ્રકારે અભાવ છે.” આ [ ૪૪ 9696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)