Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દરેક ચૈત્યવાસી આચાર્ય નારાજ થઈ ગયા. તેઓ રિસાઈને ઊભા થઈ પોતપોતાની વસતિ તરફ પાછા ફર્યા. પોતપોતાના મઠ તરફ પાછા ફરી એમણે દ્રોણાચાર્યને કહેવરાવ્યું - “અભયદેવસૂરિમાં અમારા કરતાં એવી કઈ અધિક વિશેષતા છે, એવો કર્યો ગુણ છે કે જેના કારણે અમારા પ્રમુખ આચાર્ય તેમના પ્રત્યે આટલો આદરભાવ પ્રગટ કરે છે ? અન્ય પરંપરાના આચાર્ય માટે આટલો આદરભાવ પ્રગટ કરવામાં આવે તો આપણી સ્થિતિ શી થશે ?' નારાજ થયેલા ચૈત્યવાસી આચાર્યોની આ રીતની પારસ્પરિક મંત્રણાથી માહિતગાર થયેલા ગુણગ્રાહી વિદ્વાન દ્રોણાચાર્યએ એક શ્લોકની રચના કરી અને તેની નકલો કરાવી દરેક ચૈત્યવાસી આચાર્યોને એમના મઠમાં મોકલી. એ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે
:
‘આમ તો દરેક, મઠ, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોમાં ઘણા એવા આચાર્ય છે, જેમના નિર્મળ ચારિત્ર્યથી આ ધરતી પવિત્ર છે. જેમની મહિમાનું અનુમાન લગાવવાનું અસાધારણ વ્યક્તિ માટે પણ મુશ્કેલ છે. પરંતુ શું આજના યુગમાં કોઈ એક પણ એવા વિદ્વાન આચાર્ય છે, જે કોઈ એક ગુણમાં પણ અભયદેવસૂરિની સમક્ષ ઊભા રહી શકે ? અગર કોઈ હોય તો અમને જણાવો.'
આ શ્લોક વાંચતાં જ દરેક ચૈત્યવાસી આચાર્ય હતપ્રભ થઈ પૂર્ણતઃ શાંત થઈ ગયા અને અભયદેવસૂરિ દ્વારા રચિત વૃત્તિઓના આધારે દ્રોણાચાર્ય અંગશાસ્ત્રોની વ્યાખ્યા પહેલાંની જેમ કરવા લાગ્યા.
આચાર્ય અભયદેવસૂરિની ઉચ્ચકોટિની વિદ્વત્તા અને વિનમ્રતાનો જ ચમત્કાર હતો કે સુવિહિત પરંપરાની નિતાંત વિરોધિની ચૈત્યવાસી પરંપરાના પ્રમુખ આચાર્ય પણ અંતર્મનથી એમનો આદર કરવા લાગ્યા.
આ સર્વ ગુણો સિવાય પ્રતિભાની પરખ અને સત્પાત્રના ચયન ગુણમાં પણ તેઓ અપ્રતિમ હતા. આ બાબતે જિનવલ્લભસૂરિનું ઉદાહરણ ઉલ્લેખનીય છે. સૂર્યપુરીય ચૈત્યવાસી આચાર્ય જિનેશ્વરસૂરિએ પોતાના જિનવલ્લભ નામના એક મેધાવી શિષ્યને અભયદેવસૂરિની પાસે અંગશાસ્ત્રોના અધ્યયન માટે મોકલ્યો. શિક્ષાર્થી પર પ્રથમ દ્રુષ્ટિ નિક્ષેપથી જ એમણે અનુભવ કરી લીધો કે આ શિક્ષાર્થી આગળ જતાં ઉચ્ચ કક્ષાનો વિદ્વાન અને શાસનપ્રભાવક થશે. એમણે ખૂબ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૩૭૭૭૭
3399/૪૧