Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અવકાશ જ ન હતો. પરંતુ એમના ઉત્તરવર્તી કાળમાં એમના જ પટ્ટધરોની શ્રમણચર્યા શુદ્ધ અને નિર્દોષ ન રહી.
આમ કહી શકાય કે ક્રિયોદ્ધારની આ શૃંખલામાં પૂર્ણ ક્રિયોદ્ધાર તો વીર નિર્વાણ ૨૦૦૦માં લોકાશાહ દ્વારા જ થયો. જેમણે શિથિલતાના મૂળ દ્રવ્ય-ચૈત્યના સ્થાને જ્ઞાન-દર્શન-ચારિયરૂપી ભાવ-ચૈત્યની સાધના - આરાધના પર વિશેષ ભાર મૂક્યો.
“અણહિલપુર-પાટણમાં દુર્લભરાજની સભામાં જિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી ગુજરાતમાં પુનઃ વસતિવાસની સ્થાપના કરી. આ ઘટનાની ઐતિહાસિકતા અને પ્રમાણભૂતતા સિદ્ધ કરવાનું સર્વાધિક પ્રબળ પ્રમાણ છે જિનેશ્વરસૂરિના પટ્ટશિષ્ય જિનચંદ્રસૂરિ દ્વારા પ્રણીત “ગણધર સાર્ધશતક'નો તે વિષય પરનો ઉલ્લેખ. - વર્ધમાનસૂરિએ પોતાના જીવનકાળમાં જ પોતાના પટ્ટશિષ્ય જિનેશ્વરસૂરિ તથા જિનેશ્વરસૂરિના લઘુભ્રાતા મુનિ બુદ્ધિસાગરને આચાર્યપદ પ્રદાન કર્યું. ખરતરગચ્છ ગુર્નાવલી’ અનુસાર આચાર્ય વર્ધમાનસૂરિ વિક્રમ સં. ૧૦૮૦(વી. નિ. સં. ૧૫૫૦)ની આસપાસ આબુ પર્વત પર સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. પ્રભાવક ચારિત્ર અનુસાર અભયદેવસૂરિને સૂરિપદ પ્રદાન કર્યા પછી થોડો સમય વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરતાં આચાર્ય વર્ધમાનસૂરિ પલ્યપદ્રપુર નગરમાં પધાર્યા. પોતાના જીવનનો અંત સમય જાણીને ત્યાં જ તેમણે સંથારો ગ્રહણ કરી સમાધિમૃત્યુનું વરણ કર્યું.
'આયાર્ય જિનેશ્વરસ્મર વર્ધમાનસૂરિ બાદ સંવિગ્ન પરંપરાના આચાર્ય જિનેશ્વરસૂરિ થયા. વર્ધમાનસૂરિએ પોતાના જીવનકાળમાં જ એમને આચાર્યપદ પ્રદાન કરી પોતાના પટ્ટધર બનાવ્યા. એમના ભાઈ બુદ્ધિસાગરને પણ વર્ધમાનસૂરિએ આચાર્યપદ પ્રદાન કર્યું. આ બંને આચાર્યબંધુનો જીવન-પરિચય પ્રભાવક ચારિત્ર'માં પ્રાપ્ત થાય છે.
પ્રભાવક ચરિત્ર અનુસાર ધારાનગરીમાં લક્ષ્મીપતિ નામના અતિ સમૃદ્ધ શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ ખૂબ ધર્મનિષ્ઠ અને ઉદાર હતા. એ ૩૨ ૩૬૩૬૩૬૩૬૬૩૬96969696969| જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)