Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આયાર્ય વર્ધમાનસૂરિ વિર નિર્વાણની અગિયારમી શતાબ્દીની શરૂઆતથી વીર નિર્વાણની સોળમી શતાબ્દીની સમાપ્તિ સુધીના સમયને જૈન ધર્મના ઇતિહાસમાં મોટેભાગે ચૈત્યવાસી પરંપરાના ચરમોત્કર્ષ કાળની સંજ્ઞા આપી શકાય. એ વખતે ઉત્તર ભારતમાં સંપૂર્ણ ગુર્જર પ્રાંતથી લઈ ચારેય તરફ દૂરવર્તી પ્રદેશો સુધી ચૈત્યવાસી પરંપરાનું વર્ચસ્વ વિદ્યમાન હતું.
સુવિહિત પરંપરાના સાધુ અતિ ઓછી સંખ્યામાં હતા. જે કોઈ હતા, તે ખૂબ દૂર અને લોકષ્ટિથી એક રીતે ઉપેક્ષિત દશામાં વિચરણ કરી રહ્યા હતા. એ જ કારણ હતું કે ચૈત્યવાસી આચાર્ય જિનચંદ્રનાં શિષ્ય વર્ધમાનસૂરિએ ચૈત્યવાસનો પરિત્યાગ કરી સુવિહિત પરંપરાના કોઈ વિદ્વાન આચાર્ય અથવા સાધુની પાસે ઉપસંપદા ગ્રહણ કરવાનો વિચાર કર્યો, શોધખોળ કરવાથી એમને દિલ્હી ક્ષેત્રની આસપાસ વિચરણ કરી રહેલા અરણ્યચારી ઉદ્યોતનસૂરિ વિશે સમાચાર મળ્યા. વર્ધમાનસૂરિને એમના ગુરુ જિનચંદ્રએ આચાર્યપદ પ્રદાન કરી ચૈત્યવાસી પરંપરામાં જ રહેવાનું પ્રલોભન આપ્યું. પરંતુ વર્ધમાનાચાર્યના આંતરચક્ષુ ખૂલી ચૂક્યાં હતાં. આમ તેમણે વનવાસી આચાર્ય ઉદ્યોતનસૂરિની પાસે ઉપસંપદા ગ્રહણ કરી શાસ્ત્રોના અધ્યયનથી સુવિહિત પરંપરાના પ્રસારના પ્રયાસની શરૂઆત કરી.
(પ્રથમ કિયોદ્ધાર ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી અનુસાર અણહિલપુર-પાટણમાં સ્વયં વર્ધમાનસૂરિએ જિનેશ્વર આદિ પોતાના ૧૭ શિષ્યો સહિત દુર્લભરાજની સભામાં જઈને સૂરાચાર્ય આદિ ચોર્યાશી ચૈત્યવાસી આચાર્યોને પરાજિત કર્યા. આ પરાજયથી ચૈત્યવાસીઓનો સદીઓથી સુદઢ ગઢ ભાંગી ગયો. આ ભગીરથ કાર્યમાં વર્ધમાનસૂરિ અને જિનેશ્વરસૂરિ એ અગણિત મુશ્કેલીઓ વેઠવી પડી. - વીર નિર્વાણની અગિયારમી શતાબ્દીથી સોળમી શતાબ્દી સુધીના ચૈત્યવાસીઓના ઉત્કર્ષકાળમાં જૈન સમાજ દ્રવ્યપૂજા બાબતે પૂર્ણ સ્વરૂપે ૨૦ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)