Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વસતિવાસીઓને કાઢવાના અનેકવિધ કીમિયાઓમાં અસફળ થવા છતાં તેઓ શાંત ન બેઠા. ચૈત્યવાસીઓ પરસ્પર મંત્રણા કરી વધુ એક પડ્યુંત્ર રચ્યું. એ ચોર્યાશી ચૈત્યવાસી આચાર્યોએ પોતપોતાના ઉપાસકોને કહ્યું કે - “રાજા પોતાની પટરાણીની કોઈ વાત ટાળતા નથી, એટલે તમે સહુ મૂલ્યવાન ભેટસોગાદો લઈ પટરાણીની પાસે જાવ અને રાણીને પ્રસન્ન કરી વસતિવાસીઓને પાટણમાંથી બહાર કાઢો.” પોતપોતાના આચાર્યોના આદેશને શિરોધાર્ય કરી સમસ્ત અધિકારી વર્ગ અનેક પ્રકારનાં બહુમૂલ્ય અલંકાર, વસ્ત્ર, ફળ, ફૂલ, મેવામિષ્ટાન્ન આદિથી સભર મોટાં-મોટાં પાત્રો લઈને રાણીની સેવામાં ઉપસ્થિત થયા. આ મૂલ્યવાન ઉપહારોને જોઈ રાણી ખૂબ પ્રસન્ન થયાં. અધિકારીઓએ રાણીની પ્રસન્નતા જોઈ વસતિવાસીઓને રાજ્યની સીમામાંથી બહાર કાઢવાના મનોરથને રાણી સમક્ષ રજૂ કરવાની શરૂઆત કરી દીધી. બરાબર એ વખતે જ કોઈ કામકાજ માટે રાજાએ પોતાના સેવકને રાણી પાસે મોકલેલો. એ સેવક સંયોગવશાત્ દિલ્હીનો હતો. ચૈત્યવાસીઓના ઉપાસકો દ્વારા આવેલી મૂલ્યવાન ભેટ-સોગાદો જોઈને જ એને અણસાર આવી ગયો હતો કે પોતાના પ્રદેશથી આવેલા સાધુઓને રાજ્યમાંથી હદપાર કરવા માટેનું પડ્યુંત્ર થઈ રહ્યું છે.
દિલ્હી મૂળના એ સેવકે વસતિવાસી સાધુઓની સહાયતા કરવાનો સંકલ્પ કર્યો. પટરાણીને રાજાનો સંદેશ સંભળાવી સેવક રાજા પાસે પાછો ફર્યો. એણે રાજાને નિવેદન કર્યું: “દેવ! પટરાણીજીની સેવામાં હું આપનો સંદેશ પ્રસ્તુત કરીને આવ્યો છું. પણ દેવ! મેં ત્યાં અદ્ભુત કૌતુક જોયું. જે રીતે અહીં અહંતુ દેવની મૂર્તિ સમક્ષ વિવિધ નૈવેદ્ય આદિ પ્રસ્તુત થાય છે, એ રીતે રાણી અહંતુ સ્વરૂપા બની ગઈ છે અને તેમની સમક્ષ અનેક પ્રકારનાં બહુમૂલ્ય આભૂષણ, વસ્ત્રાલંકાર, ફળ, મેવા, મિષ્ટાન્ન આદિનો ઢગલો કરી દેવામાં આવ્યો છે.”
આખી વાત સાંભળીને રાજાએ સ્થિતિનો અંદાજ કાઢી લીધો. તેમણે વિચાર્યું કે - “જે ન્યાયવાદીઓને મેં ગુરુ તરીકે સ્વીકાર્યા છે, - એમનો પીછો આ ચૈત્યવાસી લોકો હજી છોડતા નથી.” આમ જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 ૨૯ ]