Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વર્ધમાનસૂરિએ ચૈત્યવાસીઓ દ્વારા વિકૃત કરવામાં આવેલ ધર્મના મૂળ સ્વરૂપ અને વિશુદ્ધ શ્રમણાચારને પ્રકાશમાં લાવવા અને તેને જન-જન સમક્ષ પ્રગટ કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો.
આચાર્ય ઉદ્યોતનસૂરિ પાસે ઉપસંપદા અને શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી વર્ધમાનસૂરિએ શિથિલાચાર અને દ્રવ્ય પરંપરાઓના દલદલમાં ફસાયેલ ધર્મરથનો સાહસપૂર્વક ઉદ્ધાર કર્યો. એમણે ધર્મના વિશુદ્ધ સ્વરૂપને પુનઃ પ્રતિષ્ઠિત કરતાં કરતાં વસતિવાસનો પુનઃ પ્રારંભ કર્યો. એમના આ મહાન કાર્ય માટે જિનશાસન સહસ્રાબ્દીઓ સુધી એમનું ઋણી રહેશે. વર્ધમાનસૂરિની આ યશસ્વિની પરંપરા આગળ જતાં ખરતરગચ્છ’ના નામે વિખ્યાત થઈ.
આયાર્ય દ્યોતનસૂરિ
જૈન ધર્મના આગમિક સ્વરૂપને જનપ્રિય બનાવનાર વર્ધમાનસૂરિએ વનવાસી આચાર્ય ઉદ્યોતનસૂરિ પાસેથી આગમાનુસાર વિશુદ્ધ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. ઉદ્યોતનસૂરિએ વર્ધમાનસૂરિને સર્વ સિદ્ધાંતો - આગમોનું અધ્યયન કરાવ્યું. પોતાના મેધાવી શિષ્ય વર્ધમાનસૂરિને આગમ નિષ્ણાત અને સુયોગ્ય સમજી ઉદ્યોતનસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કર્યું. “મારા આ પ્રભાવશાળી શિષ્ય વર્ધમાન મુનિ દ્વારા મારા ગચ્છની અભિવૃદ્ધિ આદિ અનેક કામ થશે.” આમ કહીને ઉદ્યોતનસૂરિએ તેમને ઉત્તરાખંડમાં વિચરણ કરવાની આજ્ઞા પ્રદાન કરી. ગુરુઆજ્ઞાને શિરોધાર્ય કરી વર્ધમાનસૂરિ વિહાર કરી ઉત્તરાખંડ પહોંચ્યા અને ત્યાં વિભિન્ન ગ્રામ, નગર આદિમાં ધર્મોપદેશ દેવા લાગ્યા.
વર્ધમાનસૂરિને ઉત્તરાખંડ તરફ વિહારની આજ્ઞા આપ્યા પછી ઉદ્યોતનસૂરિ ૮૩ શ્રમણ-સમૂહોના આગમ-અધ્યયન કરનાર ૮૩ શિક્ષાર્થી શ્રમણો સાથે વિચરણ કરી રહ્યા હતા. એક વખત તેમણે સંઘની સાથે શત્રુંજય પર્વતરાજ પર ભગવાન ઋષભદેવને વંદન કર્યા. શત્રુંજયથી પાછા ફરતાં માર્ગમાં તેમણે સિદ્ધવટ (વટવૃક્ષ)ની નીચે રાત્રિ-વિશ્રામ કર્યો. અરધી રાત્રે તેમણે ગગનમંડળમાં જોયું કે રોહિણી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૮