Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ખેદજનક વિઘટન થયું. જૈન ધર્મની વિશુદ્ધ મૂળ પરંપરા નિતાંત ગૌણ સ્વલ્પજન-સંમત અને અતિ ક્ષીણ અવસ્થામાં રહી ગઈ.
દ્રવ્ય પરંપરાઓની જનની ચૈત્યવાસી પરંપરાનું વર્ચસ્વ વીર નિર્વાણ નિ. અગિયારમી શતાબ્દીથી વીર નિર્વાણની સોળમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી વધતું જ ગયું; પરંતુ મુમુક્ષુઓનું સદ્ભાગ્ય જ કહી શકાય કે એ સંક્રાંતિકાળમાં પણ શ્રમણ પરંપરાના આગમમર્મજ્ઞ વિદ્વાન વનવાસી આચાર્ય ઉદ્યોતનસૂરિ વિદ્યમાન હતા. એમની પાસે વિશુદ્ધ શ્રમણધર્મમાં દીક્ષિત થઈને અને આગમોના અધ્યયનથી સમૃદ્ધ નિર્ભીક અને મેધાવી શ્રમણવર વર્ધમાનસૂરિએ અભિનવ ધર્મક્રાંતિનો સૂત્રપાત કર્યો. એમણે લગભગ પાંચ-છ સદીઓથી અંધકાર તરફ આગળ વધતાં જૈનસંઘને અંધકારથી પ્રકાશ તરફની દિશા આપી.
(ધર્મક્રાંતિનો શંખનાદ ) જે સમયે ચૈત્યવાસી પરંપરા ચરમોત્કર્ષ પર હતી, એ સમયે એટલે કે વિક્રમની અગિયારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં (વિ. સં. લગભગ ૧૦૬૦ થી ૧૦૮૦ની વચ્ચે) જૈનસંઘમાં એક અભિનવ ક્રાંતિકારી પરંપરાનો અભ્યદય થયો. એ પરંપરાએ દ્રવ્ય પરંપરાના વર્ચસ્વને સમાપ્ત કરવામાં અને જૈન ધર્મ તથા શ્રમણાચારના વિશુદ્ધ સ્વરૂપને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનું બીડું ઉઠાવ્યું. આચાર્ય વર્ધમાનસૂરિ એ પરંપરાના સંસ્થાપક હતા. પ્રથમ આચાર્ય વર્ધમાનસૂરિથી લઈને સાતમા આચાર્ય જિનપતિસૂરિ સુધી અર્થાત્ સાત પેઢી સુધી (વિક્રમની અગિયારમી શતાબ્દીથી તેરમી શતાબ્દી સુધી) ચૈત્યવાસી પરંપરાની સાથે આ પરંપરાનો સંઘર્ષ ચાલતો રહ્યો.
વર્ધમાનસૂરિ પ્રારંભે ચૈત્યવાસી પરંપરામાં દીક્ષિત થયા હતા. ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી' અનુસાર એમના ચૈત્યવાસી ગુરુનું નામ આચાર્ય જિનચંદ્ર હતું, જેઓ ચોર્યાશી ચૈત્યોના અધિનાયક હતા. આગમોની વાચના ગ્રહણ કરતી વખતે ૮૪ આશાતનાઓનો પાઠ આવ્યો અને તેના પર મનન કરતાં વર્ધમાનસૂરિના મનમાં ઊહાપોહ થયો. આગમોમાં પ્રતિપાદિત શ્રમણાચારથી ચૈત્યવાસી સાધુઓનાં [ ૧૬ 969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)