Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
નિતાંત વિપરીત આચરણ - વ્યવહાર જોઈને તેમણે પોતાના ગુરુ આચાર્ય જિનચંદ્રજીને નિવેદન કર્યું કે - “આ આશાતનાઓથી બચીને વિશુદ્ધ શ્રમણધર્મનું પાલન કરવાથી જ આત્માનું કલ્યાણ થઈ શકે છે.'
પોતાના શિષ્યની વાત સાંભળીને આચાર્ય જિનચંદ્ર સ્તબ્ધ થઈ ગયા. એમને શંકા જન્મી કે આ મેધાવી સાધુ ચૈત્યવાસી પરંપરાની વિરુદ્ધમાં ક્યાંય વિદ્રોહ ન કરી બેસે. જિનચંદ્રએ પોતાના શિષ્યને ચૈત્યવાસી પરંપરામાં ટકાવી રાખવા માટે તેને પ્રલોભન આપવાનો નિશ્ચય કર્યો. એમણે શીઘ મુનિ વર્ધમાનને આચાર્યપદ પ્રદાન કરી દીધું. પરંતુ આચાર્યપદનું પ્રલોભન તેમને સત્યના માર્ગે પ્રયાણ કરવાથી રોકી શક્યું નહિ. વર્ધમાનસૂરિએ વિનયપૂર્વક ગુરુને જણાવ્યું કે - “પોતે આત્મકલ્યાણના ઉદ્દેશથી ઘરબાર છોડીને નીકળ્યા છે, એથી હવે તેઓ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે ભગવાન મહાવીર દ્વારા પ્રશસ્ત સાધનાના આગમાનુસારી માર્ગ પર જ પ્રયાણ કરશે.”
પોતાના ગુરુ જિનચંદ્રાચાર્યને આ રીતે નિવેદન કરી મુનિ વર્ધમાન પોતાના સાથી મુનિઓને લઈ ચૈત્યવાસી પરંપરાનો ત્યાગ કરી આગમાનુસારી વિશુદ્ધ શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરવા માટે શ્રમણોત્તમ ગુરુની શોધમાં અત્ર-તત્ર વિહાર કરવા લાગ્યા. વિચરણ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ઉદ્યોતનસૂરિ નામના અરણ્યચારી વનવાસી) પરંપરાના આચાર્ય છે, જેઓ ખૂબ ક્રિયાનિષ્ઠ અને આગમ-નિષ્ણાત આચાર્ય છે અને દિલ્હીની આસપાસના ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યા છે.
વર્ધમાનસૂરિ તરત જ આચાર્ય ઉદ્યોતનસૂરિ પાસે પહોંચ્યા. પોતાની બાબતમાં અથથી ઇતિ સુધીનું સંપૂર્ણ વિવરણ આચાર્યશ્રી સમક્ષ તેમણે રજૂ કર્યું. ત્યાર બાદ એમનાં ચરણોમાં પંચમહાવ્રતોની શ્રમણદીક્ષા પ્રદાન કરવા પ્રાર્થના કરી. ઉદ્યોતનસૂરિએ ભવભીરુ અને સુયોગ્ય પાત્ર સમજી વર્ધમાનસૂરિ અને તેમના સાથીઓને પુનઃ શ્રમણધર્મની દીક્ષા પ્રદાન કરી. ઉપસંપદા (દીક્ષા) ગ્રહણ કર્યા પછી વર્ધમાન મુનિએ પૂર્ણ નિષ્ઠા અને વિનયપૂર્વક ગુરુ ઉદ્યોતનસૂરિ પાસે આગમોનું અધ્યયન કર્યું. આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રદાન કર્યા પછી સંભવતઃ ઉદ્યોતનસૂરિએ જ વર્ધમાનસૂરિને સૂરિમંત્ર આપ્યો. સૂરિમંત્રની સાધના પછી જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪) a[3623622623369030. ૧૦ ]