Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બધા પાછા ફર્યા, પણ શિષ્ટાચારના ભાગ રૂપે ભવદવ તો ભવદત્તની પાછળપાછળ પાત્ર ઊંચકીને ચાલતા જ રહ્યા. રસ્તામાં ભવદત્ત મુનિએ પૂર્વાશ્રમની બધી વાતો ઉખેળી. એ રીતે રસ્તો પસાર થઇ ગયો. ગુરુ પાસે પહોંચીને ભવદત્તમુનિએ કહ્યું કે મારો અનુજ બંધુ દીક્ષા લેવા ઉત્સુક છે. ભવદેવને પૂછ્યું. ભવદેવને આશ્ચર્ય તો થયું કે મારા વિશે ખોટું બોલીને કેમ મને દીક્ષાર્થી તરીકે ઓળખાવ્યો હશે?પણ પોતાના મોટાભાઇને કંઇ ખોટા પડાય ? એવું વિચારીને હા કહી દીધી અને દીક્ષા પણ લીધી. પછી થોડાં વર્ષો બાદભવદત્ત મુનિ તો ઉગ્ર તપશ્ચર્યા કરીને અનશન આચરીને દેવલોકના દેવ થયા. આ બાજુ ભવદેવના મનમાંથી નાગિલા દૂર થઇ ન હતી. એટલે હવે ભાઇના કાળધર્મ પામ્યા પછી દીક્ષાનો વેશત્યજીને નાગિલાને મેળવવાના હેતુથી ભવદેવ નાગિલાના નગરમાં આવે છે. નાગિલાને પોતાના મનની વાત જણાવે છે. નાગિલાના ઉપદેશથી ભવદેવ દીક્ષાનો સાધુવેશ છોડતા નથી અને વ્રતનાં આચરણ તરફ વળે છે. પછી તો નાગિલાએ પણ દીક્ષા લીધી.
બીજી બાજુ ભવદત્તના જીવે દેવલોકમાંથી ચ્યવીને પંડરીકિણી નગરીમાં વજૂદત્ત રાજાની યશોધરા રાણીને ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો. એનું નામ સાગરદત્ત રાખ્યું. અનેક રાણીઓને પરણીને વાદળાના દર્શનથી વૈરાગ્ય પામીને દીક્ષા લઇને તે અવધિજ્ઞાનને પામ્યો.
ભવદેવનો જીવ વીતશોક નગરીના પધરથ રાજાની રાણી વનમાલાને ત્યાં પુત્ર રૂપે અવતર્યો. એનું નામ શિવકુમાર રખાયું.
શિવકુમારે સાગરદત્ત મુનિ પાસે દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી. માતા-પિતાની અનુજ્ઞા ન મળવાથી દીક્ષા ન લીધી. પૂર્વભવનું જ્ઞાન થયું અને અંતે વ્રતાચરણ કરીને મનથી સાગરદત્ત મુનિનો શિષ્ય બનીને સમય પસાર કરીને અંતે દેવલોક પામ્યો. તે પછી વિધુનાલી રૂપે જનભ્યો.
=જ્ઞાનધારા-૧
૮
૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧