Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન રાસસાહિત્યની પરંપરામાં જંબુસ્વામી રાસ બે-ત્રણ બાબતે મહત્ત્વ ધારણ કરે છે?
૧) જૈન સાહિત્યમાં જંબુસ્વામી - કથાનકની ઘણી પરંપરા પ્રચલિત છે, પણ એમાંથી બે પરંપરા વિશેષપણે પ્રચલિત છે. એક સંઘદાસગણિની 'વસુદેવહિંડી’ અને બીજી, હેમચંદ્રાચાર્યની ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર' ની. આ બન્ને પરંપરામાંથી યશોવિજયજી હેમચંદ્રાચાર્યની પરંપરાને અનુસર્યા છે. માત્ર અનુસર્યા નથી, એમણે પોતાની રીતે કથાનું નિર્માણ કર્યું છે. એમની મૂળ કથાનેપધમાંટાળવાની શક્તિ તથા કથનકળાને કારણે ધર્મચરિત્રમૂલક કથાનકવાળી કૃતિ રસપ્રદ રાસકૃતિ બની શકી છે.
૨) બીજા દષ્ટિબિંદુથી જોઇએ તો જંબુસ્વામીનું ચરિત્ર રાસકૃતિને પોષક નથી. એમાં કથાનો ક્રમિક વિકાસ નથી, જંબુસ્વામીનો ઉછેર, લગ્ન, દીક્ષા લેવાની ઇચ્છા, કટુંબીજનોની અનિચ્છા, જંબુસ્વામીની દલીલો, અંતે સંમતિ મળવી, અન્ય વ્યક્તિઓનું પણ દીક્ષા લેવા તત્પર થવું - આ સિવાય કશાં કારણો, પ્રત્યાઘાતો કે સંઘર્ષનથી, પરંતુ યશોવિજયજીઅહીં કથાનાંતત્ત્વોનું ઉમેરણ કરી શક્યા છે. સામસામા બે પક્ષો ઊભા કર્યા છે. એક પક્ષે ઘણાંબધાં છે, જેઓ ભોગવિલાસ જેવી સ્થળ બાબતોની તરફેણ કરે છે, અને બીજા પક્ષે માત્ર જંબુકુમાર એકલા જ છે, તેઓ સંયમવૈરાગ્યનો મહિમા ગાય છે. આ સામસામા મુકાબલાને કારણે ભાવકને કથામાં રસ પડે છે. બન્ને ભાવને પોષાક એવી તર્કપૂર્ણ દષ્ટાંતકથાઓ ક્રમશઃ પ્રસ્તુત થાય છે. ભાવક એમાં ખૂંપતો જાય છે. એ રીતે જંબુસ્વામી રાસ’ એ દષ્ટાંત - કથાઓની અટવી છે. પણ એ અટવીમાં જંબુકમાર કેન્દ્રસ્થાને રહ્યા છે. આથી અનેકાનેક દષ્ટાંતકથાઓને એક સૂત્રતતા પ્રાપ્ત થાય છે. આમ જંબુકુમાર એ કથાને એકતા અર્પનાર ચરિત્ર તરીકેની મહત્તાધારણ કરે છે અને એમાંથી રાસકૃતિ નિર્મિત થઇ છે.
જ્ઞાનધારા-૧
૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧ =
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=