Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરંપરાનો દષ્ટિપૂત વિનિયોગ : 'જંબુસ્વામી રાસ’
(ગુજરાતી ભાષા સાહિત્યભવન સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટના પૂર્વ અધ્યક્ષ, ઉત્તર ગુજરાત યુનિ. ના પૂર્વ ઉપકુલપતિ, જૈનદર્શનના વિદ્વાન, દેશ-વિદેશમાં જૈનધર્મ અને ભારતીય દર્શન ઉપર સેમિનારમાં અનેક વાર ભાગ સિધેલો છે, હાલ ઇન્ડિયન ટીચર્સ કાઉન્સિલમાં અધ્યક્ષ તરીકે સેવા આપે છે.)
ડૉ. બળવંત જાની
કેટલીક વિલક્ષણ રાસકૃતિઓથી જૈન કથાસાહિત્ય સમૃદ્ધ છે, એમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જંબુસ્વામી રાસ'નું પણ સ્થાન છે. જૈન કથા-સાહિત્ય બહુધા ચરિત્રાશ્રિત છે. સ્વાભાવિક છે કે આ ચરિત્રોધાર્મિક, ઐતિહાસિક કે લૌકિક પરંપરાનાં હોય. એમાં ઐતિહાસિક કે લૌકિક પરંપરાનાં ચરિત્રોને તો કલ્પનાના બળે, વર્ણનની વિવિધ છટાના બળે કે પ્રચલિત લોકમાન્યતાઓ અથવા દંતકથાઓના બળે ચિત્તાકર્ષક રીતે કથામાં પ્રયોજી શકાય પરંતુ ધર્મચરિત્રને ચિત્તાકર્ષક રીતે રાસકૃતિમાં પ્રયોજવું અઘરું છે. ધર્મચરિત્રમૂલક રાસકૃતિઓમાંથી આ કારણે જ બહુ ઓછી રાસકૃતિઓ હૃદયસ્પર્શી બની છે. ધર્મચરિત્રમૂલક રાસમાં હકીકતોને વફાદાર રહીને કથાનું નિર્માણ કરવાનું હોય છે. એમાં જો એના રચયિતા પાસે કથનકળાની આગવી હથોટી હોય તો જ એમાંથી કથારસ નિષ્પન્ન કરાવી શકે.
યશોવિજયજી એવા એક દૃષ્ટિપૂત સર્જક છે. હકીકતનિષ્ઠ- પરંપરાસ્થિત કથાને પોતાની રીતે પ્રયોજીને એમણે`જંબુસ્વામી રાસ’કૃતિનું નિમાર્ણ કર્યું છે. યશોવિજયને જ્ઞાનની અનેક વિધાશાખાઓનો અભ્યાસ હતો. જ્ઞાનની લગભગ બધી જ શાખાઓથી તેઓ અભિજ્ઞ હતા. એમની એ અભિજ્ઞતાનો લાભ`જંબુસ્વામી રાસ' ને મળ્યો જણાય છે. આમ સર્જકનું બહુપરિણામી વ્યક્તિત્વ કૃતિને આગવું પરિણામ અર્પતું હોય છે, એનો પરિચય પણ અહીંથી
મળી રહે છે.
જ્ઞાનધારા-૧
૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧