Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૩) સમગ્ર કથાને યશોવિજયજીએ પાંચ અધિકારમાં વિભાજિત કરી છે. એમાં કથાઓ પ્રસ્તુત કરવા માટે યશોવિજયજી કથનકેન્દ્રો બદલતા રહે છે. આ બધી કથાઓને વિવિધ ઢાળ, દેશી દુહા અને ચોપાઇ બંધમાં ઢાળી છે. આ રીતે કથાનું નિમાર્ણ અને એની અભિવ્યક્તિનું સ્વરૂપ, કેન્દ્રમાં રહેલ તર્કપૂર્ણ દલીલો તથા સંઘર્ષનું તત્ત્વ રાસકૃતિને રસપ્રદ બનાવે છે.
આમ, કથાનું સ્વતંત્ર રીતે નિર્માણ, દષ્ટાંતકથાઓનો વિનિયોગ અને કથનકળાની ઊંડી સૂઝ એમ બે-ત્રણ બાબતે જંબુસ્વામી રાસ મને મધ્યકાલીન રાસકૃતિઓના ઇતિહાસમાં મહત્ત્વ ધારણ કરતી કૃતિ જણાઇ છે. આ ત્રણેય મુદ્દાઓ વીગતે જોઇએ.
(૧) ભારતીય કથાસાહિત્યમાં તેમજ જૈન કથાસાહિત્યમાં અવાંતરકથાની એક સુદીર્ઘપરંપરા છે. પરંતુ મુખ્ય ચરિત્રના જીવનનો માત્ર એક જ પ્રસંગ અને એની આસપાસ ત્રેવીસ જેટલી કથાઓ ગૂંથાયેલી હોય, એમ છતાં એકસૂત્રતા પણ જળવાઇ હોય એ વિરલ છે. અહીં યશોવિજજીએ આવું કથાનક રાસગૃતિ માટે પસંદ કર્યું છે.
શ્રેણિક રાજાના પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુ પોતે સ્વમુખે વિધુભાલીની કથા કહે છે. ગુપ્તમતિના બે પુત્રો ઋષભદત્ત અને જિનદાસ. જિનદાસની સેવા બાષભદત્ત કરે. એમાં પાછી મગધદેશના સંગ્રામમાં રાષ્ટ્રકૂટ- રેવતીની અવાંતરકથા આરંભાય, આ કથામાં ભવદેવ અને ભવદત્ત એ બે ચરિત્રો કેન્દ્રસ્થાને છે..ભવદત્તે દીક્ષા લઇને આગમનો અભ્યાસ કર્યો. કોઇ મુનિ પોતાના અનુજબંધુને દીક્ષા અપાવવામાં અસફળ રહ્યા એટલે ભવદત્ત મુનિએ ટકોર કરી. ભવદત્ત મુનિ વિહાર કરતા-કરતા ભવદેવ પાસે પહોંચે છે ત્યારે ભવદેવનાં નાગિલા સાથે લગ્ન થતાં હોય છે.ભવદત્ત આ પ્રસંગે યુક્તિપૂર્વક પાછા ફરે છે. ભવદેવ અને નાગિલા આથી ભવદત્ત મુનિની પાછળ પાછળ નીકળી પડે છે. ભવદેવને ભવદત્તે પોતાનું એક પાત્ર ઊંચકવા આપ્યું. છેવટે
જ્ઞાનધારા-૧
(
૭
-
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬