Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
આ માહિતીનું વર્ગીકરણ કરી એને તુલનાત્મક અભ્યાસ કરવાથી બ્રિટિશ હકુમત હેઠળના વિસ્તારો તેમજ રજવાડાંઓમાંની વહીવટી તથા આર્થિક પરિસ્થિતિનું ચિત્ર મળે છે. વળી પત્રવ્યવહાર અને દફતરમાંથી ગુજરાતમાં ચાલેલી આઝાદીની ચળવળને પ્રમાણભૂત ઈતિહાસ મળે છે તેમ એ અંગેના અનેક ખૂટતા અંકેડા પણ પ્રાપ્ત થઈ શકે છે.
આઝાદી બાદ કેંદ્ર સરકારના વહીવટને લગતાં દફતરો તેમજ સૌરાષ્ટ્રના એકમ-રાજય દરમ્યાન થયેલ છે તે પ્રદેશના વહીવટને લગતા સુધારા તથા સર્વાગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલ યોજનાઓને પરિચય પણ એને લગતાં દફતરોમાંથી મળી આવે છે. એવી રીતે દ્વિભાષી મુંબઈ રાજ્યના દફતર તળગુજરાતમાં થયેલ વિકાસ અને ગુજરાતનું અલગ રાજ્ય સ્થાપવા માટે ચાલેલી ચળવળ વગેરે વિશે પ્રમાણભૂત માહિતી પૂરી પાડે છે. ૨. વસ્તી ગણતરીના અહેવાલ
બ્રિટિશ કાલ દરમ્યાન આવેલ જાગૃતિ, રાષ્ટ્રિય ચળવળે તથા એના પરિણામે અનેકવિધ ક્ષેત્રે આવેલ ફેરફારની કેટલીક અસરે વસ્તી–ગણતરીના અહેવાલ પરથી તારવી શકાય છે. ખાસ કરીને જુદાં જુદાં ક્ષેત્રમાં વિકાસ થયે છે કે હાસ થયે છે એની તુલનાત્મક સમીક્ષા કરવા માટે આ પત્રકોના આંકડા ખૂબ ઉપયોગી નીવડે છે. આમાં ૧૯૨૧, ૧૯૩૧ અને ૧૯૪૧ ના બામ્બે પ્રેસિડેન્સીના અહેવાલ અને વડોદરા રાજ્યના એ જ વર્ષોના અહેવાલ તેમજ ૧૯૫૧ ને મુંબઈ રાજયને અહેવાલ તથા ૧૯૬૧ ને ગુજરાત રાજ્યને અહેવાલ પણ એટલા જ ઉપયોગી છે.
આ પત્રકોમાંથી પ્રજાજીવનને લગતી વિવિધ ચોક્કસ અને પ્રમાણભૂત માહિતી, જેવી કે ખેતી-સિંચાઈ, સહકારી મંડળીઓ, મજૂરો અને મજૂરીના દર, ઉદ્યોગ-ધંધાપાર, ગ્રામજીવન અને નગરજીવન, શહેરીકરણ વાહન-વ્યવહાર, જાહેર આરોગ્ય, કોમો અને જ્ઞાતિ, ધર્મો–સંપ્રદાયે ઉત્સવો વ્રત, લગ્ન, શ્રેયઃસાધક અધિકારી વર્ગ, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, શરાફી, સંયુક્તવિભક્ત કુટુંબની પદ્ધતિ, જમીન મહેસૂલ વગેરે પ્રાપ્ત થતાં હોવાથી વસ્તી ગણતરીનાં પત્રકને ઈતિહાસના સાધન તરીકે ખૂબ જ અગત્યનાં ગણાવી શકાય. ૩. ગેઝેટિયર
આઝાદી પૂર્વે બ્રિટિશ સરકારે જૂના મુંબઈ ઇલાકાનાં તેમજ ત્યાર પછી મુંબઈ રાજ્ય અને ૧૯૬૦માં સ્થપાયેલા ગુજરાત રાજ્ય જિલ્લા-સર્વસંગ્રહ બહાર પાડ્યા. આમાં જે તે જિલ્લાને સંક્ષિપ્ત ઇતિહાસ અપાવે છે. એ