Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
७७२
चित्ते व्यापारद्वयविरोधः
द्वात्रिंशिका - ११/१४
च चित्तस्याऽभ्युपगम्यमानायां अनवस्था - स्मृतिसङ्करौ स्याताम् । तथाहि - ' यदि बुद्धिर्बुद्ध्यन्तरेण वेद्येत तदा साऽपि बुद्धिः 'स्वयमबुद्धा बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं, तस्याऽप्यन्यदित्यनवस्थानात् पुरुषायुषः सहस्रेणाऽपि अर्थप्रतीतिर्न स्यात्। न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति ।
=
•
चित्तव्यापारजन्यफलसाधने चार्थनिष्ठचित्तसंवेदनस्य हेतुता द्योतिता । साऽपि बुद्धिः द्वितीयाऽपि बुद्धिः स्वयं बुद्ध्या इति मूलादर्शेऽशुद्धः पाठः । 'स्वयमबुद्धा' इति तु शुद्धः पाठः, तदनन्तरं 'सती' इत्यध्याहार्यम् । बुद्ध्यन्तरं प्रथमां बुद्धिं प्रकाशयितुं ग्रहीतुं असमर्था = सामर्थ्यशून्या इति तस्याः = द्वितीयाया बुद्धेः ग्राहकं तृतीयं बुद्ध्यन्तरं कल्पनीयं, तस्यापि तृतीयस्य बुद्धिविशेपस्यापि प्रकाशकं अन्यत् = चतुर्थं बुद्ध्यन्तरमभ्युपगन्तव्यं स्यात् इति अनवस्थानात् = अप्रामाणिकाऽनन्तार्थकल्पनाविरामविरहात् । तथा बुद्धेर्बुद्ध्यन्तरवेद्यत्वपक्षे स्मृतिसङ्करोऽपि स्यात् । अप्रतीतायाः प्रतीतेरर्थप्रत्यायकत्वाऽसम्भवनियमेन तद्ग्राहिकाणां रूपादिगोचरबुद्धि
ग्राहिकाणां, शिष्टं सुगमम् ।
=
•
૧. મુદ્રિતપ્રતો ‘સ્વયં યુદ્ધચા' કૃત્યશુદ્ધ: પાઠઃ ।
Jain Education International
=
For Private & Personal Use Only
=
ग्रन्थकृदत्र योगसूत्रसंवादमाह 'एके 'ति, 'चित्तान्तरे 'ति च । एतद्व्याख्या राजमार्त्तण्डे → अर्थस्य સ્વભિન્ન એવા અન્ય ચિત્ત દ્વારા ચિત્તને ગ્રાહ્ય માનવામાં શું વાંધો ? મતલબ કે A નામનું ચિત્ત ઘડા વગેરે બાહ્ય અર્થને ગ્રહણ કરે છે તથા B નામનું ચિત્ત A નામના ચિત્તને ગ્રહણ કરે છે - આવું માનવામાં શું વાંધો છે ? જો તમે પાતંજલ વિદ્વાનો આ રીતે A નામના ચિત્તને B નામના ચિત્તનો વિષય માની લો તો A નામના ચિત્તને ગ્રહણ કરનાર પુરુષને માનવાની આવશ્યકતા જ નહિ રહે.” પરંતુ આ શંકાનું નિરાકરણ કરવા માટે પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે (આ બત્રીસીના પ્રથમ શ્લોકની ટીકાના વિશેષાર્થમાં ગુજરાતી વિવેચનમાં જણાવી ગયા છીએ કે ચિત્ત અંતઃકરણ = 2179 = બુદ્ધિ આ બધા પર્યાયવાચી શબ્દો છે. તેથી ચિત્તના સ્થાને ‘બુદ્ધિ’ શબ્દનો વપરાશ કરીને પાતંજલ વિદ્વાનો જણાવે છે કે) જો A બુદ્ધિને અન્ય બુદ્ધિ = B દ્વારા ગ્રાહ્ય = વેધ માનશો તો તે B નામની બુદ્ધિ પણ જ્યાં સુધી પોતે જ અજ્ઞાત હશે ત્યાં સુધી A નામની બુદ્ધિને જણાવવા માટે અસમર્થ બનશે. માટે B નામની બુદ્ધિની (= ચિત્તની) ગ્રાહક C નામની એક નવી બુદ્ધિ સ્વીકારવી પડશે. આવું બને તો C નામની બુદ્ધિથી જ્ઞાત થયેલી B નામની બુદ્ધિ 4 નામની બુદ્ધિને ગ્રહણ કરી શકશે, જણાવી શકશે. પરંતુ અહીં ફરીથી એક સમસ્યા ઊભી થશે કે C નામની બુદ્ધિ પણ જ્યાં સુધી સ્વયં અજ્ઞાત હશે ત્યાં સુધી B નામની બુદ્ધિને ગ્રહણ કરી નહિ શકે. માટે C ને ગ્રહણ કરવા D નામની બુદ્ધિને માનવી પડશે. તેને ગ્રહણ કરવા E નામની બુદ્ધિ... આ રીતે તો નવી-નવી બુદ્ધિની કલ્પના કરવાનો કોઈ અંત જ નહિ આવે.
આ બાબત દાર્શનિક પરિભાષા અનુસાર અનવસ્થાદોષ કહેવાય છે. આ અનવસ્થા દોષના કારણે માણસના આયુષ્યના હજારો યુગો પસાર થવા છતાં ક્યારેય ઘટાદિ બાહ્ય અર્થની પ્રતીતિ જ નહિ થાય. કારણ કે પ્રતીતિ બુદ્ધિ જ્યાં સુધી પ્રતીત ન થાય, જણાય નહિ ત્યાં સુધી ધટાદિ અર્થની પ્રતીતિ થઈ જ શકતી નથી. માટે ચિત્તને સ્વભિન્ન ચિત્તથી (= બુદ્ધિથી) ગ્રાહ્ય માની શકાય નહિ.
=
www.jainelibrary.org