Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• पञ्चविधचित्तप्रतिपादनम् • द्वात्रिंशिका-११/३१ योगारम्भोऽथ विक्षिप्ते व्युत्थानं क्षिप्त-मूढयोः । एकाग्रे च निरुद्धे च समाधिरिति चेन्न तत् ।।३१।। _ 'योगे'ति । अथ विक्षिप्ते चित्ते योगाऽऽरम्भः, क्षिप्तमूढयोः चित्तयोः व्युत्थानं । एकाग्रे च निरुद्धे च चित्ते समाधिरिति एकाग्रतापृष्ठभाविनश्चित्तस्याऽलक्ष्यत्वादेव न तत्राऽव्याप्तिः । क्षिप्तं हि रजस उद्रेकादस्थिरं बहिर्मुखतया सुख-दुःखादिविषयेषु' कल्पितेषु सन्निहितेषु वा रजसा प्रेरितम् । तच्च सदैव दैत्य-दानवादीनाम् ।
मूढं = तमस उद्रेकात् कृत्याऽकृत्यविभागाऽसङ्गतं क्रोधादिभिर्विरुद्धकृत्येष्वेव नियमितम् ।
पूर्वपक्षी प्रकृते शङ्कते 'योगे'ति । अथ विक्षिप्ते चित्ते योगाऽऽरम्भः = चित्तवृत्तिनिरोधाऽभ्यासः, न तु योगः । क्षिप्त-मूढयोः चित्तयोः व्युत्थानं = योगव्युत्थानं भवति । एकाग्रे चित्ते वहिवृत्तिनिरोधात् निरुद्धे च चित्ते सर्वासां वृत्तीनां संस्काराणां च प्रतिलोमपरिणामेन स्वकारणे प्रविलयात् समाधिः = चरमपरमसमाधियोगः प्रादुर्भवति । इति हेतोः एकाग्रतापृष्ठभाविनः चित्तस्य विक्षिप्तादिरूपस्य अलक्ष्यत्वादेव = योगलक्षणाऽलक्ष्यत्वादेव न तत्र अव्याप्तिः दोषात्मिका । न ह्यलक्ष्ये लक्षणाऽगमनं दूषणम्, अपि तु भूपणमेव ।
राजमार्तण्डानुसारेण (रा.मा.१/२) साम्प्रतं पञ्चविधां चित्तभूमिकामाविष्करोति- क्षिप्तं हि चित्तं रजसः = रजोगुणस्य उद्रेकात् अस्थिरं = अत्यन्तं चञ्चलं बहिर्मुखतया = बाह्यविषयग्रहणप्रवणतया सुख-दुःखादिविषयेषु कल्पितेषु = विकल्पितेषु व्यवहितेषु सन्निहितेषु वा रजसा प्रेरितम् । क्षिप्तं सदैव रजसा तेषु तेषु विपयेषु क्षिप्यमाणमत्यन्तमस्थिरमिति तत्त्ववैशारद्यां वाचस्पतिमिश्रः (त.वै.१/१)। तच्च सदैव दैत्य-दानवादीनां भवति । तच्चाऽणिमाद्यैश्वर्य-शब्दादिविषयप्रियमवगन्तव्यम् ।
मूढं चित्तं तमस उद्रेकात् कृत्याऽकृत्यविभागाऽसङ्गतं = यथावस्थित-कर्तव्याऽकर्तव्यविभागबोधमन्तरेण क्रोधादिभिः विरुद्धकृत्येष्वेव = लोकविरुद्धेषु धर्मविरुद्धेषु चैव कार्येपु नियमितं = प्रतिष्ठितं, निद्रादि
ગાથાર્થ - વિક્ષિત ચિત્તમાં યોગનો ફકત આરંભ જ હોય છે. તથા ક્ષિત ચિત્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન હોય છે. તથા એકાગ્ર ચિત્ત અને નિરુદ્ધ ચિત્તમાં જ સમાધિ હોય છે. માટે છેલ્લી બે દશામાં જ યોગ કહેવાય - આમ પાતંજલ વિદ્વાનો જે કહે છે તે બરાબર નથી. (૧૧/૩૧)
ટીકાર્થ :- અહીં પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે – વિક્ષિત ચિત્તમાં યોગનો ફકત આરંભ જ હોય છે. તથા ક્ષિત અને મૂઢ ચિત્તમાં તો વ્યુત્થાનદશા જ છે. એકાગ્રતાપૂર્વકાલીન એવા આ ત્રણ ચિત્ત તો અમારું લક્ષ્ય જ ન હોવાથી તેમાં અવ્યાપ્તિ દોષ નથી આવતો. તથા એકાગ્ર ચિત્ત અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે જ. માટે તેમાં તો યોગલક્ષણ વિદ્યમાન હોવાથી અવ્યાપ્તિ નથી આવતી. રજોગુણના ઉદ્રકથી અસ્થિર થયેલું ચિત્ત ક્ષિપ્ત કહેવાય છે. ક્ષિપ્ત ચિત્ત બહિર્મુખ હોવાથી કલ્પિત એવા સુખ-દુઃખ આદિના વિષયોમાં અથવા નજીક રહેલા એવા સુખાદિ વિષયોમાં રજોગુણથી પ્રેરાયેલ હોય છે. આ ક્ષિત ચિત્ત કાયમ દૈત્ય, દાનવ વગેરેને હોય છે. તથા તમોગુણના અતિરેકથી કર્તવ્ય અને અકર્તવ્ય એવા વિભાગની સંગતિ વગરનું (કર્તવ્ય-અકર્તવ્યના યથાવસ્થિત ભાન વિનાનું) તથા ક્રોધ વગેરેના કારણે કાયમ (લોક અને ધર્મથી) વિરુદ્ધ એવા જ કાર્યોમાં જોડાયેલું ચિત્ત મૂઢ કહેવાય છે. १. हस्तादर्श 'विधये' इत्यशुद्धः पाठः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org