Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• પડ્યપાનુષ્ઠાવિવાર. •
९०५ भवाभिष्वङ्गतस्तेनाऽनाभोगाच्च विषादिषु। अनुष्ठानत्रयं मिथ्या द्वयं सत्यं विपर्ययात् ।।९।।
भवेति । तेन कर्तृभेदादनुष्ठानभेदेन 'भेदनं भवाभिष्वङ्गतः = संसारसुखाभिलाषात् (अनाभोगात् =) अनाभोगतः सन्मूर्छनजप्रवृत्तितुल्यतया च विषादिषु अनुष्ठानेषु मध्ये अनुष्ठानत्रयं आदिमं मिथ्या
आशयभेदस्याऽनुष्ठानभेदकत्वं समर्थयमान आह- ‘भवेति । कर्तृभेदात् = कर्तृगताऽऽशयभेदात् अनुष्ठानभेदेन = क्रियाभेदेन भेदनं = फलभेदनमभिमतमाचार्याणाम् । अनुष्ठानत्रयं आदिम = विषगराऽननुष्ठानलक्षणं आध्यात्मिकफलदृष्ट्या निष्फलम्, वक्ष्यमाणलक्षणयोः विष-गरयोर्भवाऽभिप्वङ्गभावात्, अननुष्ठाने चाऽनाभोगभावात् । ફલવ્યાપ્યતાઅવચ્છેદક ગુણધર્મ તરીકે ક્રિયાભેદને = ક્રિયાવિશેષને જ માનવાથી લાઘવ થાય છે. કારણ કે તે ક્રિયાભેદ એક છે, અનુગત છે, કાર્યવ્યાપ્ય એવી સામગ્રીમાં સાધારણ છે.
વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ક્રિયાભેદની સિદ્ધિ માટે કાંઈ નવી કલ્પના કરવાની કે તેના માટે નવા પ્રમાણને શોધવાની જરૂર નથી. શંકાકારની માન્યતા મુજબ પણ તે પ્રસિદ્ધ જ બનશે. કારણ કે ઈતરસહકારી કારણસન્નિહિતત્વના નિયામક તરીકે અનુગત એવા કારણભેદનો = ક્રિયાભેદનો સ્વીકાર કરવો અનિવાર્ય જ છે. ઈતરસહકારી કારણસમવધાનના અવચ્છેદકધર્મસ્વરૂપે કારણભેદને છોડીને અન્ય કોઈ પદાર્થની કલ્પના તો શંકાકાર પણ કરી શકે તેમ નથી. મતલબ કે કાર્યવ્યાપ્યતાઅવચ્છેદક ધર્મ તરીકે ઈતરસહકારીકારણસન્નિધાનને સ્વીકાર્યા બાદ પણ તેના નિયામક તરીકે કારણભેદ સ્વીકારવો જરૂરી જ હોય તો કારણભેદને જ ફલવ્યાપ્યતાઅવચ્છેદક માનવામાં ડહાપણ રહેલું છે. કારણ કે તેવું માનવામાં લાઘવ છે. નવ્ય ન્યાયની પરિભાષામાં જે ઉપરોક્ત છણાવટ કરી છે તેની પાછળ આશય એ રહેલો છે કે કર્મનિર્જરા યોગ વગેરે પ્રત્યે કારણભૂત એવી ગુરુપૂજન આદિ ક્રિયામાં કાર્યવ્યાપ્યતાઅવચ્છેદક ગુણધર્મ તરીકે જે ચરમાવર્તીજીવસન્નિહિતત્વ સ્વીકારવામાં આવે છે તેનું નિયામક શું છે ? આ પ્રશ્નના જવાબમાં ચરમાવર્તીજીવસન્નિહિતત્વના પ્રભાવે હાજર થતો ક્રિયાભેદ (કે જે અચરમાવૌંજીવકૃત ગુરુપૂજનાદિરૂપ પૂર્વસેવા ક્રિયામાં રહેતો નથી અને ચરમાવર્તવર્તીજીવ દ્વારા કરાયેલ પૂર્વસેવાસ્વરૂપ ક્રિયામાં રહે છે) સ્વીકારવો જ પડશે. તો પછી શા માટે તે ક્રિયાવિશેષસ્વરૂપ ગુણધર્મને જ ફલવ્યાપ્યતાઅવચ્છેદક તરીકે ન સ્વીકારવો? આમ ઉપરોક્ત ચર્ચાથી ફલિત થાય છે કર્તાભેદ ક્રિયાભેદ થતો હોય છે. વ્યવહારમાં પણ દેખાય છે કે રસોઈ કરનાર બદલી જાય એટલે રસોઈ બદલી જ જાય છે ને ! ચિત્ર દોરનાર બદલે એટલે ચિત્રમાં ફેરફાર થઈ જાય છે. દરજી બદલે એટલે સીવવાની ક્રિયા-ફીટીંગ બદલી જ જાય છે ને ! માટે માત્ર કર્તા બદલે છે પણ ક્રિયા બદલાતી નથી- આવું માનવું વ્યાજબી નથી.(૧૩૮)
ગાથાર્થ - તેથી ભવઆસક્તિથી અને અજ્ઞાનથી વિષાદિ અનુષ્ઠાનોમાં પ્રથમ ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે. તથા તેનાથી ઊલટું હોવાના લીધે છેલ્લા બે અનુષ્ઠાન સાચા છે. (૧૩૯)
હ મિથ્યા અને સત્ય આરાધનાની ઓળખ છે. ટીકાર્ય - કર્તા બદલે એટલે ક્રિયા બદલાઈ જાય છે. અને તેના લીધે ફળમાં ભેદ પડી જાય છે. આ જ કારણસર વિષાદિ પાંચ અનુષ્ઠાનોની અંદર પ્રથમ ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે, નિષ્ફળ છે. આનું મુખ્ય કારણ એ છે કે તે ત્રણ અનુષ્ઠાનો સાંસારિક સુખની આસક્તિથી અને સંમૂચ્છિમ જીવો . દત્તા મેન' ઢું નત્તિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org