________________
અભિલાષાથી સંસારી જીવોને જાણી શકાય છે માટે જ આહારદિને સંજ્ઞા' કહેવામાં આવે છે. સામાન્યતઃ સંજ્ઞાના ચાર ભેદ છે- આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. ચાર ગતિના ચોવીસ દંડકોમાં આ ચારે સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. સંજ્ઞાઓની ઉત્પત્તિના વિભિન્ન કારણ છે. તે વેદનીય અથવા મોહનીય કર્મના ઉદયથી પણ ઉત્પન્ન થાય છે તથા તેનું શ્રવણ કર્યા પછી ઉદ્દભવેલી બુદ્ધિથી પણ ઉત્પન્ન થાય છે. તેનું સતત ચિંતન કરતા રહેવાથી પણ ઉત્પન્ન થાય છે. આહાર સંજ્ઞામાં પેટનું ખાલી રહેવું, ભયસંજ્ઞામાં સત્વહીનતા, મૈથુન સંજ્ઞામાં માંસ-શૌણિતની અત્યધિક ઈચ્છા (ઉપચય) અને પરિગ્રહ સંજ્ઞામાં પરિગ્રહનું પોતાની પાસે રહેવાથી ઉત્પત્તિમાં કારણ બને છે. સંજ્ઞાઓની ઉત્પત્તિમાં કર્મ ઉદય આંતરિક કારણ છે તથા પેટ ખાલી રહેવું આદિ બાહ્ય કારણ છે. સંજ્ઞા અગુરુલઘુ હોય છે. સંજ્ઞાની ક્રિયાનું કારણ સંજ્ઞાકરણ તથા સંજ્ઞાની રચનાને સંજ્ઞા નિવૃત્તિ કહેવામાં આવે છે.
સંજ્ઞાના દસ ભેદ પણ વર્ણિત છે. આહારાદિ ચાર સંજ્ઞાઓમાં ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક સંજ્ઞાઓને ભેગા કરવાથી દશ ભેદ બને છે. આચારાંગ નિર્યુક્તિમાં સંજ્ઞાના દશ ભેદ પ્રતિપાદિત છે. ત્યાં આ દશ સંજ્ઞાઓમાં મોહ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા અને શોકને ગણવામાં આવ્યું છે. સકષાયી જીવોમાં આહારાદિ સંજ્ઞાઓ જોવા મળે છે તથા પર્ણ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે આ સંજ્ઞા રહેતી નથી.
જીવના જન્મ ગ્રહણ કરવાના સ્થાનને યોનિ' કહેવામાં આવે છે. ભિન્ન-ભિન્ન અપેક્ષાઓથી યોનિના ભેદ કરવામાં આવે છે. સ્પર્શની અપેક્ષા યોનિ ત્રણ પ્રકારની છે- શીત, ઉષ્ણ અને શીતોષ્ણ, ચેતનાની અપેક્ષાએ તેના સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદ છે. આવરણની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે- સંવૃત, વિવૃત અને સંવૃત-વિવૃત. બધા જીવ યોનિમાં જ જન્મ ગ્રહણ કરે છે. પછી તે જન્મ ઉપપાતથી હોય ગર્ભથી હોય, અથવા સમુછિમ હોય. જૈનાગમોમાં ૮૪ લાખ જીવાયોનિઓનો ઉલ્લેખ મળે છે. જેમકે - સાત લાખ પૃથ્વીકાયિક, સાત લાખ અષ્કાયિક, સાત લાખ તેઉકાયિક, સાત લાખ વાયુકાયિક, દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચૌદ લાખ સાધારણ વનસ્પતિ, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચૌરેન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારક, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય અને ચૌદ લાખ મનુષ્ય. સ્થિતિ :
સ્થિતિ” શબ્દનો પ્રયોગ આગમમાં ત્રણ પ્રકારથી થયો છે- (૧) કર્મસ્થિતિ, (૨) ભવસ્થિતિ અને (૩) કાયસ્થિતિ. જ્ઞાનાવરણ આદિ આઠે કર્મોની ફળદાન અવધિ કર્મ સ્થિતિ' કહેવાય છે. પ્રાય: એક ભવમાં તે ગતિ અને આયુષ્યનું બની રહેવું ભવસ્થિતિ' માનવામાં આવે છે તથા અનેક ભવો સુધી એક જ પ્રકારની ગતિ આદિનું રહેવું કાયસ્થિતિ' કહેવામાં આવે છે. પરંતુ સ્થિતિ અધ્યયનમાં કાયસ્થિતિ અને ભવસ્થિતિ નો પ્રયોગ આયુષ્યકર્મની સ્થિતિના અર્થમાં થયો છે. દેવો અને નારકીઓની ભવસ્થિતિ કહી છે તથા મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચયોનિઓની કાયસ્થિતિ કહી છે. પરંતુ એક ભવની દષ્ટિથી ચોવીસ જ દંડકોના જીવોની સ્થિતિનું નિરૂપણ કરવું સ્થિતિ અધ્યયનનું લક્ષ્ય છે. આહાર :
જીવ જે પુદગલોને શરીર, ઈન્દ્રિય આદિના નિર્માણ અને સંચાલન માટે ગ્રહણ કરે છે. તે આહાર' કહેવાય છે. ગ્રહણ કરવાની વિધિના આધારે આહાર ચાર પ્રકારના છે- (૧) લોમાહાર, (૨) પ્રક્ષેપાહાર (કવલાહાર), (૩) ઓજાહાર અને (૪) મનોભક્ષી આહાર. લોમો કે રોમોના દ્વારા આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવું લોકાહાર” છે. કવલ કે ગ્રાસના રૂપમાં આહાર ગ્રહણ કરવું કવલાહાર” કહેવામાં આવે છે. સંપૂર્ણ શરીરના દ્વારા આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવું ઓજાહાર' છે. આ ઓજાહાર જીવના દ્વારા જન્મ ગ્રહણ કરતી વખતે અપર્યાપ્તક અવસ્થામાં એકવાર જ કરવામાં આવે છે. મનના દ્વારા આહાર કરવું મનોભક્ષી આહાર' કહેવાય છે. મનોભક્ષી આહાર માત્ર દેવોમાં ઉપલબ્ધ થાય છે. લોમાહાર બધા ચોવીસ દંડકોના જીવ કરે છે. પ્રક્ષેપાહાર બેઈન્દ્રિયથી લઈ મનુષ્ય સુધીના ઔદારિક શરીરી જીવ કરે છે. નારક અને દેવગતિના જીવ વૈક્રિયશરીરી હોવાથી કવલાહાર કરતા નથી. એકેન્દ્રિય જીવોને મોટું હોતું નથી માટે તે પણ કવલાહાર કરતા નથી.
૧. દ્રવ્યાનુયોગ ભાગ-૧, પૃ. ૩૮૭
15 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org