________________
ભાગમાં જ તે વાત કહેવામાં આવી છે કે જ્ઞાન અને દર્શન નિયમથી આત્મા છે તથા આત્મા પણ નિયમથી જ્ઞાન-દર્શનરૂપ છે. જીવની બીજી વિશેષતા એ છે કે તે અમૂર્ત અર્થાતુ અરૂપી છે. શરીર અને કર્માદિની અપેક્ષાથી જીવ વ્યવહારમાં રૂપી છે. પરંતુ પરમાર્થતઃ તો તે અરૂપી જ છે.' જીવ સુખ-દુ:ખનો સ્વયં કર્તા અને ભોક્તા હોય છે. આ તથ્યનો ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ સ્પષ્ટરૂપથી ઉલ્લેખ જોવા મળે છે. જીવ પોતાના આત્મપ્રદેશને શરીરના અનુસાર સંકોચ અને વિસ્તાર કરી લે છે. જીવના આત્મપ્રદેશ અમૂર્ત છે. તથાપિ તેમાં સંકોચ-વિસ્તાર સંભવ છે. જીવ કર્મમુક્ત થાય ત્યારે ઊર્ધ્વગમન કરી લોકના અગ્રભાગમાં સ્થિત થઈ જાય છે માટે તેને ઊર્ધ્વગમનશીલ કહેવામાં આવે છે.
અપેક્ષા વિશેષથી જીવોને સાદિ-સાન્ત, સાદિ અનંત, અનાદિ-સાન્ત અને અનાદિ-અનંત પણ કહેવામાં આવે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ - આગતિની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. સિદ્ધ જીવ ગતિની અપેક્ષાએ સાદિ-અનંત છે. લબ્ધિની અપેક્ષાએ ભવસિદ્ધિકજીવ અનાદિ સાત્ત છે અને સંસારની અપેક્ષાએ અભવસિદ્ધિ જીવ અનાદિ અનંત છે. દ્રવ્યની દૃષ્ટિથી જીવ શાશ્વત છે તથા પર્યાયની દૃષ્ટિથી અશાશ્વત છે. અજીવ દ્રવ્ય જીવદ્રવ્યના પરિભોગમાં આવે છે પરંતુ જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યના પરિભોગમાં આવતું નથી, જીવદ્રવ્ય અજીવ દ્રવ્ય પુદ્ગલને ગ્રહણ કરી તેને શરીર, ઈન્દ્રિય, યોગ અને શ્વાસોશ્વાસમાં પરિણત કરે છે. પ્રથમા પ્રથમ :
જીવોમાં જે ભાવ કે અવસ્થા પહેલાથી ચાલ્યા આવે છે એ અપેક્ષાએ જીવોને અપ્રથમ તથા જે ભાવ કે અવસ્થા પહેલીવાર પ્રાપ્ત થાય તે અપેક્ષાએ જીવોને પ્રથમ” કહેવામાં આવે છે. જેવી રીતે જીવને જીવભાવ પહેલાથી જ પ્રાપ્ત છે. એટલા માટે તે જીવભાવની અપેક્ષાએ પ્રથમ છે. પરંતુ સિદ્ધભાવ પ્રાપ્ત કરવાની અપેક્ષાએ સિદ્ધજીવ પ્રથમ છે. કારણ કે તેમને સિદ્ધભાવ પહેલાથી પ્રાપ્ત હતો નહિ. આ પ્રથમા પ્રથમ અધ્યયનમાં જીવ, આહાર, ભવસિદ્ધિક, સંજ્ઞી, વેશ્યા આદિ ૧૪ દ્વારોમાં જીવના પ્રથમાપ્રથમત્વનું જે વર્ણન થયું છે તે સામાન્ય જીવની અપેક્ષાએ પણ છે અને નારકીથી લઈ વૈમાનિક સુધી ચોવીસ દંડકોની અપેક્ષાએ પણ છે તથા સિદ્ધોની અપેક્ષાએ પણ છે. સંજ્ઞી, સંજ્ઞા અને યોનિ :
સંજ્ઞા” અને “સંજ્ઞી” શબ્દ ભાષાગત રચનાની દષ્ટિથી સમાન પ્રતીત થાય છે. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિથી તેમાં વિશેષ અંતર છે. સંજ્ઞી” શબ્દનો પ્રયોગ આગમમાં સમનસ્ક અર્થાત મનવાળા જીવોના માટે થયો છે. સંજ્ઞી જીવોમાં હિતાહિતનો વિચાર કરવાનું સામર્થ્ય હોય છે. મનના સદૂભાવમાં તે શિક્ષા, ક્રિયા, ઉપદેશ અને આલાપને ગ્રહણ કરી શકે છે. પ્રજ્ઞાપના સૂત્રના ભાષાપદમાં સર્ણી” (સંજ્ઞી) શબ્દનો પ્રયોગ શબ્દ સંકેતના ગ્રહણ કરવાવાળા જીવ માટે થયો છે. આ દષ્ટિથી જે બાળક શબ્દ સંકેતથી અર્થ કે પદાર્થને નથી જાણતો તે પણ એક પ્રકારથી અસંશી જ છે. મનનો વિષય શ્રુતજ્ઞાનથી માનવામાં આવે છે. શ્રુતજ્ઞાન શબ્દ સંકેત આદિના માધ્યમથી થાય છે. મનને અનિન્દ્રિય અને નોઈન્દ્રિય પણ કહેવામાં આવે છે. મનથી મતિજ્ઞાન પણ થાય છે. એટલા માટે મનથી થવાવાળા અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા નામક મતિજ્ઞાનના ભેદ સ્વીકાર કરવામાં આવ્યા છે. આમ તો શબ્દના આશ્રયથી થવાવાળું જે પરિણામાત્મક જ્ઞાન છે તે મન દ્વારા જ થાય છે. માટે મનનો વિષય "શ્રત' માન્યો છે. મન મનન અને વિચારનું પ્રમુખ માધ્યમ છે. બે પ્રકારના મન છે- દ્રવ્યમન અને ભાવમન. દ્રવ્યમન પુદ્ગલો દ્વારા નિર્મિત છે તથા ભાવમન તો જીવરૂપ જ છે. તે જીવથી સર્વથા ભિન્ન નથી. અહિયાં જે સંજ્ઞી શબ્દનો પ્રયોગ થયો છે તે દ્રવ્ય મનવાળા જીવ માટે થયો છે. આ દૃષ્ટિથી ગર્ભથી અને ઉપપાતથી જન્મ લેવાવાળા જીવ જ સંજ્ઞી કહેવાય છે.
સંજ્ઞા” શબ્દનો પ્રયોગ નામ માટે પણ થાય છે. તે મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દોમાં પણ પરિણિત છે તથા અકલંકે આને પ્રત્યભિજ્ઞાન પ્રમાણના અર્થમાં ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે સંજ્ઞા જ્ઞાનના અર્થમાં પણ પ્રયુક્ત છે. પરંતુ આગમમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિની અભિલાષાને વ્યક્ત કરવા માટે સંજ્ઞા શબ્દનો પ્રયોગ થયો છે. આહારાદિની
૧. “કવિ નીવપUTT નાäસાસનિય” - ઉત્તરાધ્યયન - ૩૬૬૬
મU #ત્તા વિવત્તા ચ, સુહા 5 સુદ ૫ - ઉત્તરાધ્યયન - ૨૦/૩૭
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org