Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આ આસુરી વૃત્તિ બહુ રૂપાળા નામે ધારણ કરીને આવતી હોય છે–આવે છે; બેઠાખાઉ, આળસવૃત્તિ, વ્યાજ, વટાવ, સટ્ટો, જુગાર અને રાષ્ટ્ર કે સમાજ વિરોધી ગુણો-આવા દુર્ગણે ઉપર ઉપરથી પાછા સદગુણેના બાહ્યરૂપ જેવા બની જાય છે. આને બકાસુર કહીએ તે ખેડું નહીં ગણાય. કારણ કે બગલે ઉપરથી ઘેનો સફેદ અને ધ્યાની લાગે છે પણ એ તે પિતાના સ્વાર્થ માટે ધ્યાન મગ્ન રહેવામાં જ ઉસ્તાદ હોય છે. એવા “બકાસુરને શ્રીકૃષ્ણ મારે છે.
આ સમાજ બગાડમાં ઘણીવાર કેંદ્રિત વ્યવસ્થા કામ કરે છે. જેમકે આજનાં બજારે. શહેર અને તેમાં પણ મોટાં રાષ્ટ્રોના હાથમાં હોય છે. જેથી ખાણિયા મજૂરો કે ખેડૂતના હાથમાં માત્ર છતાં રહે છે. રસ તે એજ લોકો ચૂસી લે છે. આ વૃત્તિ “અધાસુર” કહેવાય. તે દૂર કર્યા પછી બીજાનું પડાવી લેવાની વૃત્તિ ધેનુકાસુર વૃત્તિ છે. તે દૂર કરાવવી જોઈએ. આમ મંડનાત્મક માર્ગની સાથે એમણે (શ્રીકૃષ્ણ) રચનાત્મક વલણ પણ સ્વીકાર્યું. જેમ શુદ્ધિ જોઈએ તેમ પુષ્ટિ પણ જોઈએ. - તેમણે એ દષ્ટિએ ગોસંવર્ધનનું કામ કરાવ્યું ! ગોપાલ વડે ક્રાંતિ કરાવી. દિનું નૈવેદ્ય બંધ કરાવી ગોવર્ધન પર્વતને ખાતર વગેરે આપ્યું. નવું ઘાસ ઉગાડવાનું કર્યું. જ્યારે ઈંદ્ર ગાયો ઉપાડી લીધી ત્યારે એક સગર્ભા ગાયને બીજ-મંત્રને યોગ કરાવી, ત્રણ લાખ વાછરડા પિદા કરાવ્યાં. આમ પણ વીર્યમાં અનેક બાળક પેદા કરાવાનાં બીજકણ તે રહેલાં હોય છે. તેમણે દૂબળી–જૂની ઔલાદ દૂર કરી નવી સશક્ત ગાયની ઔલાદ પેદા કરી. આ જોઈને ઈદ્ર ચક્તિ થઈ ગયો. પછી મહિષાસુર રૂપી પાડાઓને વધ તથા ભેંસના દૂધ–ઘી બંધ કરાવી સંગઠિત શક્તિથી ગવંશ સુધારી-વધારી શ્રી પુરાણુ રચ્યું. આ સંધશક્તિ તેજ ચામુંડા દેવી.
પછી શ્રીકૃષ્ણ “મા” ઉપર ધ્યાન આપ્યું. જ્ઞાનયજ્ઞ એ જ સાચો યજ્ઞ છે. પ્રથમ ઈંદ્ર અને બ્રાહ્મણે જ યજ્ઞાધિકારી ગણાતા. તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com