Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૮૬..
સ્નાયુ–રોગ થયો. ત્યારબાદ સ્પીકરની ચૂંટણું અને પાંચ વર્ષ બાદ લેડ ઓફિસરની નિમણૂકમાં પણ તેઓ હાર્યા. આ બધી હારનું મુખ્ય કારણું તેમનું ગુલામી વિરૂદ્ધનું આંદોલન હતું. ૧૮૪૩માં પહેલાં હાર્યા પછી ૧૮૪૪માં તેઓ ચૂંટાયા. ત્યારબાદ સિનેટની ચૂંટણી અને વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં હાર્યા. અને ૧૮૬ માં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં તેઓ જીત્યા.
તેઓ સદાચારને કટ્ટર હિમાયતી હતા. તેમણે તથા તેમના એક અનુયાયી જૉન બ્રાઉને મળીને એક સંધ સ્થાપે. તેના મકાનના મુખ્ય દ્વાર ઉપર આ સુવાક્ય લખ્યું હતું : “હું ટી.બી.ના દરદીને અહીં સ્થાન આપી શકું છું, પણ ચારિત્ર્ય વગરના માનવને મારા સંધમાં સ્થાન નથી!”
ધર્મના તત્વને તેઓ જીવનમાં ઉતારવા મથતા હતા. તેમનું વર્તન, વિચાર અને વાણીને અનુરૂપ બને તે માટે તેઓ પ્રયાસ કરતા હતા. તેમનામાં સચ્ચાઈ સંપૂર્ણપણે હતી. તે અંગે એક પ્રસંગ છે. તેઓ એકવાર પોસ્ટ માસ્ટર હતા. હિસાબમાં એકવાર કેટલાક પૈસા વધતા હતા. ઘણું કોશીષ કરવા છતાં ક્યાંયે ભૂલ ન જડી એટલે તેટલા નાણાંનું પડીકું બાંધી પિતાની ટોપીમાં મૂકાયું. આગળ ઉપર તેઓ વકીલાત કરતા હતા ત્યારે બીજા પિસ્ટ માસ્ટરને તે ભૂલ જડતાં, તેણે સૂચના સાથે ચાકરને દોડાવ્યો. લિંકને તરત જ ટોપીમાંથી પડીકું કાઢીને તેના હાથમાં મૂકી દીધું. બધાને ખાત્રી થઈ કે જાહેર પ્રજાનાં નાણું લિંકનના હાથમાં સુરક્ષિત રહેશે.
તેઓ અત્યંત દયાળુ હતા. એકવાર કેટેમાં તેઓ ન્યાયાધીશ તરીકે જતા હતા, ત્યાં રસ્તામાં એક ડુક્કર (ભૂંડ)ને કાદવમાં ખૂપેલું જોયું. તરત જ તેમણે ઘોડાગાડી રોકાવી અને તેને કાદવમાંથી બહાર કાવ્યું. આમ કરવા જતાં તેમના કપડાં ખરાબ થયાં પણ તેની દરકાર કર્યા વગર કોર્ટમાં ગયા. તેમના ખરાબ કપડાં જઈને બધાએ ગાડીના સાઈસને પૂછયું. જ્યારે બધાયે એ વાત સાંભળી તે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com