Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ગણપતિ
ત્યારબાદ તેમાં આવતા ગણપતિને પણ આર્થિક ક્ષેત્રના ક્રાંતિકાર ગણી શકાય. તેમણે તે વખતના ધંધાદારી સંગઠને ગણબદ્ધ કર્યા. જ્યાં સુધી અલગ-અલગ ધંધાદારી લોકો સંગઠિત થઈને કામ ન કરે અને એક બીજાથી અતડા રહે ત્યાં સુધી આર્થિક ક્ષેત્રમાં ઋદ્ધિ-સિદ્ધિ અને સ્મૃદ્ધિ ન ખીલી શકે. ગણું એટલે સમૂહ અને તેને નાયકને દેવ તરીકે કલ્પાય છે એવું કામ કરનાર ગણેશ કે ગણપતિ થયા જ છે. પૃથુરાજા
ત્યારબાદ પથુરાજાનું ભાગવતમાં વર્ણન આવે છે. વેણ નામને રાજા અત્યાચારી હતા, તેને ઋષિ તથા પ્રજાએ મળીને માર્યો અને તેના પગમાંથી મંથન કરીને પૃયુને કાઢ, પગમાંથી મંચનને અર્થ એ છે કે પગ શ્રમનું પ્રતીક છે; એટલે કે શ્રમજીવીઓમાંથી ચૂંટીને કાઢો. પૃથુના વખતમાં જમીન ધાન્ય ચેરી ગઈ હતી અને ગાયે દૂધ આપતી બંધ થઈ ગઈ હતી, તે માટે તેણે પર્વત શિખરો ખેઘા, મેદાને સરખાં કર્યો અને પાણીને વહેતાં કર્યા. તેણે લોકોને એ સપ્ત પરિશ્રમ બતાવ્યા, પરિણામે જમીન ફળદ્રુપ થઈ, ખેતરે લીલાં થયાં અને ગાય દુધ આપતી થઈ. તેણે આમ આર્થિક ક્રાંતિના પહેલા પાયા તરીકે કૃષિ-ગોપાલનને મજબૂત કર્યા. દિલીપ રાજા
દિલીપ રાજાનું વર્ણન રઘુવંશમાં મળે છે. પૃથુરાજાની ગોપાલનની ક્રિયાને અનુસરીને તેમણે ગે સેવાનું વ્રત લીધું. ગાય બેસે તે પિતે બેસત અને ઊઠે ત્યારે ઊઠતે. ગાયની રક્ષા માટે પોતે પ્રાણ આપવા પણ તૈયાર થઈ ગયો. તેથી ગાયે તેનું મનેય ફળવાનું વરદાન આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com