Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
જણાવ્યું. એટલે જ તેમના વિચારોને અનુરૂપ તેમનું જીવન હેઇ લોકોને તેમનામાં અપાર શ્રધ્ધા હતી. ગામડાંમાં રહેવું તે તેમના જેવું થઇને. રહેવું-એ ગાંધીજીએ આચરીને બતાવ્યું.
તેમણે સમાજ સેવક માટે આટલી બાબતે ખાસ ધ્યાનમાં રાખવા માટે જણાવ્યું કે તે–
(૧) સત્તામાં પાછળ રહેશે. (૨) પ્રશ્નો પતાવતી વખતે ગરીબ અને શ્રમજીવીઓને આગળ લેશે. (૩) નગ્ન બનીને નૈતિક દોરવણી આપશે. (૪) ગરીબને શોભે તેવું જીવન જીવશે.
(૫) મુશ્કેલી હોય ત્યાં શ્રમિકો અને ગરીબોને સાથે લઇને વિચાર કરશે.
(૬) ગ્રામસમાજ તેને પામીને નિર્ભય બનશે. બહેને એના ચરિત્રમાં સુરક્ષિત જોશે, બાળકોને તે હાથા નહીં બનાવે.
(૭) તે કોઈપણ ધંધામાં નહીં જોડાય પણ સહકારી ધંધાને વિકસાવશે-તેમાંથી આજીવિકા પૂરતુ લેશે અને તેનું વ્યવસાયમર્યાદાવ્રત જળવાઈ રહેશે; કારણ કે જે તે પિતાને ખાનગી ધધ કરે તે લોક-શ્રદ્ધા તેના ઉપર જોઈએ તેટલી ન બેસે. "
(૮) જે માણસ જે ભૂમિકામાંથી આવ્યો હશે તેને એજ ભૂમિકાએથી વિકસિત કરશે તેનું કોઈપણું પ્રકારે ધર્મ-જાતિ પરિવર્તન નહીં કરે આ સેવક અસંખ્ય લોકોને પ્રતિનિધિ હશે.
ગાંધીજીએ જાતે આવા મહાસેવક બનીને અનેક સેવકનું જીવન ઘડયું. રવિશંકર મહારાજ, બબલભાઈ વિનોબાજી વ.ના જીવન પણ એમણે પડયાં. એ બધાએ પ્રચ્છન્ન જીવન જીવીને કોંગ્રેસને આગળ લાવવા, ટકાવવા માટે પ્રયત્ન કર્યા. એટલે ક્રાંતિમાં હિ લેનાર સેવકનું ઘડતર, સંગઠનનું ઘડતર, અન્યાયને પ્રતીકાર કરી ગરીબોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com