Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૧૪
આગળ લાવવાનું કામ, ગરીબમાં ગરીબ પ્રતિ વિશ્વાસ પેદા કરવાનું કામ કરી, અહિંસામાં પ્રબળ શક્તિ છે; એ સિદ્ધ કરી આપ્યું. અહિંસ માત્ર વિચારની જ વસ્તુ નથી પણ શ્રદ્ધાપૂર્વક જીવવાની, આચારની વસ્તુ છે, એ તેમણે બતાવી આપ્યું. કાર્યકર માત્ર લડવૈયા નથી પણ અધ્યાત્મ જીવને ઘડવૈયો છે; સર્વાગી ક્રાંતિ કરે છે, એમ ગાંધીજીએ બતાવી આપ્યું.
ગાંધીજીએ, સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિ, શૈક્ષણિક એમ જીવનનાં બધાંયે ક્ષેત્રમાં અહિંસા દ્વારા પરિવર્તન કર્યું. એવી જ રીતે દરેક ક્ષેત્રમાં અહિંસાની શ્રદ્ધા બેસાડી, દરેક ક્ષેત્રે તેમણે એક-એક નાનકડું સંગઠનનું પ્રતીક મૂકયું. આર્થિકક્ષેત્રનું પ્રતીક “ચરખાસંધ', સામાજિક-ક્ષેત્રનું પ્રતીક હરિજન-સેવક સંધ', શિક્ષણક્ષેત્રનું પ્રતીક નઈ તાલીમ-સંઘ', આર્થિક સમાનતાનું પ્રતીક “મજૂર-મહાજન' ભાષા સમન્વયનું પ્રતીક હિંદુસ્તાની તાલીમી સંધ. આખા હિદને પકડવા તેમણે “ગ્રેસને પકડી. દરદીઓની સેવા માટે પ્રાકૃતિક ચિકિત્સાને પકડી, તેમણે નિસર્ગોપચારને બરાબર પ્રતિષ્ઠા આપી.
લોકો તેમની વાત ઉપર હસતા, પણ તેમને શ્રદ્ધા હતી. એટલે તેમણે કાર્યક્રમો પણ એવા જ આવ્યા જેથી પ્રજાનું ઘડતર થઈ જતું હતું. તેમણે લોકઘડતર કર્યું. પહેલાં વિચાર–પરિવર્તન, પછી આચાર પરિવર્તન અને અંતે પરિસ્થિતિ-પરિવર્તન પણ થયું. એટલે આ યુગે ગાંધીજીની સર્વાગી-ક્રાંતિ, બીજા પૂર્વ સર્વાગી ક્રાંતિઓ કરતાં અને ખી હતી.
હવે સહેજે પ્રશ્ન થાય છે કે આજે ગાંધીજીએ કરાવેલી સર્વાગી તિ તરફ ભારતની રાજનીતિનો ઝેક નથી, ત્યારે તેમના કાર્યનું શું? જો કે આજે રાજનીતિ લોકો ઉપર સવિશેષ રૂપે છવાઈ ગઈ છે પણ નિરાશ થવાનું કારણ નથી. તેમની એ સર્વાગી ક્રાંતિની પ્રક્રિયાને વિશ્વ વાત્સલ્યના માધ્યમ વડે મુનિશ્રી સંતબાલજી આગળ ધપાવી રહ્યા છે. બીજી બાજુ સંત વિનેબાજી સર્વોદયના માધ્યમથી પિતાની દષ્ટિએ આગળ ધપાવી રહ્યા છે, અને પં. નેહરૂ કોગ્રેસના માધ્યમથી પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com