Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 241
________________ - રર૩ એ ત્રણે કાર્યક્રમે અથવા ત્રણે પૈકી એક કે બે કાર્યક્રમ લેવા જોઈએ. લોકશા પેદા કરીને વર્ષમાં એકાદ આંચકો આપ જોઈએ. તે માટે લોકો અને લોકસંગઠનનું પીઠબળ તેણે પેદા કરવું જોઇએ. ગાંધીજી ૪-૫ વર્ષે આ એક મોટો આંચકો આપતા હતા. એવી રીતે સાધકો સત્તાસ્થાનેથી દૂર રહીને સાધનાનાં મૂલ્ય સાચવી ધાર્મિક જીવન જીવશે અને કવિનું કાર્ય કરશે તો તેઓ ધાર્મિક–પ્રહાવાળાઓને સમજાવી શકશે; અને ત૫ વડે આમપ્રજાનું પીઠબળ મેળવી; તપની શક્તિ સાથે શુઢિપ્રયોગ કરશે તે તે અસરકારક અને લેકઝહાને ટકાવનારા હશે. આ અંગે માર્ગદર્શન પૂ. સંતબાલજી પાસેથી મળી શકશે. • - ' હવે લોકસંગઠને કેવી રીતે ઊભાં કરવાં? તે અંગે એક જુદી જ પ્રક્રિયા છે. આને ખરો પ્રયોગ ભાલ નળકાંઠા પ્રદેશમાં થયો છે. પૂ. મુનિશ્રી સંતબાલજીને અગાઉથી કોંગ્રેસ પ્રત્યે શ્રદ્ધા હતી. ગ્રેસના નેતાઓ સાથે સંબંધ પણ હતો. બીજી તરફ લોકપાલ-પટેલ વગેરેના પ્રશ્નો લીધા. વ્યસન મુક્તિ, અને તેવા બીજા દેલન તે જાતિઓમાં તેમણે કર્યા આથી ભાવાત્મક એકતા ઊભી થઈ. પછી ગ્રામલોક–સંગઠન ઊભું થયું. આજે કોંગ્રેસના સંબધે માત્ર આપચારિક રહ્યા છે. લોકોના પ્રશ્નો, સેવાનું કાર્ય સમજી ધર્મબુદ્ધિથી લેવાય છે તેમાં નૈતિક્તા પૂરવામાં આવે છે. તે ઉપરાંત ધર્મદષ્ટિએ સમાજરચનાના કાર્યક્રમને પ્રયોગક્ષેત્રના રચનાત્મક કાર્યકરે વેગ આપે છે. આ અંગે ગુજરાત પ્રાથમિક સાધના સામાન્ય સભ્ય બની, તેની પ્રેરણા-તળે આ સંગઠને ચાલે તે એક મોટું બળ ઊભું થઈ શકે. હવે આપણે અલમ શિબિરાર્થીઓને લઇએ. સર્વપ્રથમ હું મારા અંગે કહ્યું. હું મારા પ્રદેશ સૌરાષ્ટ્રમાં કામ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246