Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૨૪
દાગીના માટે જીદ કરે છે.” ત્યાં સાધકે પત્નીને માલમ કરવી પડશે અને એ રીતે બને ચાલશે. આવા સાધકો શાંતિસૈનિકનું પત્રક ભરતાં પહેલાં પત્નીની સંમતિ મેળવે. ઘણે એવી દલીલ કરે છે કે “આયુષ્યને ભરેસે નથી. પાછળનો શ્રીહરિ છેજ. એજ બધાની રક્ષા કરે છે અને જીવાડે છે. માટે અમને શું ” આ પ્રકારના લોકો જવાબદારીના બાગેડુ લકે છે. સંમતિ હોવા છતાં પણ કુટુંબની જવાબદારીને ખ્યાલ રાખનાર અને ભાગી જનારમાં મોટું અંતર છે. પરિણીત શાંતિસેનિમાં જવું હોય તે તેણે પૂર્ણ વ્યવસ્થા પહેલાંથી કરી લેવી જોઈએ.
જે પિતાનું જીવન શાંતિના સૂત્ર–બ્રહ્માને અર્પણ કરે છે તેની જીવન અંગેની દષ્ટિ અને જવાબદારી પહેલાંથી સ્પષ્ટ હોવી જોઈએ. એની હળવી પ્રક્રિયા શુદ્ધિ પ્રયોગ છે. શાંતિનિકનો અર્થ તોફાનમાં સ્પતિ કરનાર લેવાય છે. તેના કરતાં શુદ્ધિ પ્રકારના ઘા તીવ્ર હોય છે. તે સામા પક્ષના ઉદયને ઢઢળવા પ્રેરે છે; હળવે હળવે દેહ ગાળતા શુદ્ધિ પ્રયોગની સંથારાના સાધનને અપનાવી દેહાધ્યાસ છોડે છે, તેની તીવ્ર અસર થાય છે.
મને જાતે અનુભવ છે કે ત્રણ ઉપવાસ પછી એક પ્રકારની અકળામણ થાય છે તે માટે અગાઉથી તાલીમ લેવી જોઈએ નહીંતર અણીના ટાંકણે પડી જવાને સંભવ છે. લાંબા ઉપવાસ ચાલે તે કુટુંબીઓ, ભૂખ અને આસપાસના લોકોનું દબાણ તેને છોડવા માટે વધતું જાય છે. એટલે શુદ્ધિ-પ્રયાગનો અભ્યાસ અગાઉથી કરવું જરૂરી છે. જે એ અભ્યાસ કરી લે તે પછી તે ટકી શકનાર શાંતિનિક બની શકશે. આ અંગે પૂ. મહારાજશ્રી જેવાની દોરવણીથી કામ થાય તે વધારે સારૂં; કારણ કે તે ઘડતરકાળ છે અને તેમાં અનેક જખમો રહેલાં છે.
- હવે એક સ્થળે રહેતાં સાધકો માટે કંઈક વિચારીએ. તેમણે પિતાના ક્ષેત્રમાં જનતાના સંગઠને, શુદ્ધિ-પ્રયોગ અને સર્વધર્મ સમન્વય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com