Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૮
| (૫) સ્વભાવમાં વિનમ્રતા આવવી જોઈએ. નાની-નાની બાબતમાં ઝઘડો કરવાની વૃત્તિ કેમ થાય છે? કેમ દૂર કરી શકાય છે? એ વિષે ઊંડાણથી વિચારવું જોઈએ.
પૂ. મહારાજશ્રી (ગુરુદેવ)ને સ્વભાવ તે માતાની જેમ બધાયની ઉપર હાથ ફેરવીને હુંફ આપવાને અને આકાર આપવાને છે. કુંભાર માટીના પિંડ ઉપર હાથ ફેરવીને આકાર આપે છે, પણ તે વાસણો તડકે પડતાં જે તેમાં ચિરાડ પડે તે તેને પાણીમાં જ પધરાવી દે છે; તેવી જ રીતે આપણું થેડીક ચકાસણી થતાં આપણે તડકી જઈએ તો પાણીમાં પધરાવવા જેવી આપણું સ્થિતિ થશે. .
તે, નક્કી એ કરવાનું છે કે આપણે ગારાના ગણપતિ બનશું કે પત્થરના? પહાણના ગણપતિ બનવું હોય તે મૂર્તિકાર ઘડવૈયાના હાથે ટાંચા ખાવા તૈયાર રહેવું પડશે તે માટે આપણે જાતે જ નિર્ણય કરવાને છે; અને મારું માનવું છે કે બધાને પહાણના ગણપતિ બનવું ગમતું હશે, તો તે માટે તૈયાર થવું રહ્યું,
માફ કરજો આમાં હું કોઈની ભૂલથી આકરી ટીકા કરી જતે હેલું તે! આત્મીયતાને લીધે આવું બેલાઈ જવાય છે, જે સહજ છે.
ચર્ચા-વિચારણા ' શ્રી. પૂંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું? આપણી પાસે મોટામાં મેટું કામ સંગઠનું છે. સંગઠને એકખાં અને નીતિના પાયામાં કરવા જોઇએ. સર્વાગી ક્રિાંતિનું કામ એકલ-દેકલનું નથી, તેમજ એકલ-દેકલ સંસ્થાઓ પણ નહીં કરી શકે. સુસંસ્થાઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com