Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 242
________________ ૨૨૬ તેમાં સામાજિક શુદ્ધિ અને એકસંગઠનની પ્રક્રિયા સહુથી પહેલી રહેશે. મારું જીવન ધર્મમય છે અને લોકોને તે અંગે શ્રદ્ધા છે, પ્રારંભમાં તાલુકાના ૫૦-૬૦ ગામડામાં આ વિચાર પ્રમાણે સંગઠનની ગોઠવણ કરી. તે ઉપરાંત મારા સંબંધે સાધુચરિત પુરૂષ સાથે સારા રહ્યા છે, તેમાં હું વધારે કરીશ. કોંગ્રેસ અને કોગ્રેસના કાર્યકરો, પ્રમુખ વગેર સાથે મારા મીઠા સંબંધ રહ્યા છે-તે હું વ્યક્તિગત રીતે હાલના તબકકે જાળવીશ. કાઠિયાવાડના રાજપ્રમુખ અને કેટલાક ભૂ.પૂ. નરેશ સાથે પરિચય પણ સુંદર છે. થોડાક ઘડાયેલા કાર્યકરે તાલુકા-સમિતિમાં જશે અને ઘડતરનું કાર્ય કરશે. ગ્રામસંગઠને ન થાય ત્યાં સુધી સુયોગ્ય કાર્યકરો તાલુકા સમિતિમાં જાય તેને હું ટેકો આપીશ. અમારે ત્યાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં સર્વોદય વિચારનાં, અનુબંધ વિચારના તેમજ કોંગ્રેસના ત્રણ પ્રકારના કાર્ય કરે છે. એટલે હું એ ત્રણેયને સમન્વય કરવા માંગું છું. જ્યાં સુધી સંગઠને ઊભાં ન થાય ત્યાં સુધી એક તરફ ઢેબરભાઇ-વજુભાઇ જેવાને આ બધી વાતો અધ્ધર લાગે છે અને બીજી તરફ સાથીઓમાં ભેદ-બુદ્ધિ જગાડે તેમ છે એટલે ચોગ્ય સમયે જ, લોકસંગઠનો થયા બાદ જ મારે કોંગ્રેસના પ્રેરક-પુરક બળની વાત કરવી પડશે, જેની તીવ્ર અસર થશે. એમ ન કરું તે મારા જેવા પ્રામ-ઘડતરમાં પડશે, સર્વોદયી ભાઈ રચનાત્મક ગ્રામમાં પડશે અને કોગ્રેસી સત્તાકાંક્ષી ચકકરમાં જઈ પડશે. અને આમ અમારી શક્તિ વેરવિખેર થઈ જશે. તેના કરતાં જે ત્રણે બળે રચનાત્મક સમિતિના માધ્યમથી સાથે કામ કરશું; તે મામસંગઠન કે શુદ્ધિામમાં સાથે હશું તેમ કોંગ્રેસના ઘડતર કે લાંચરૂશ્વત અને દાંડાઈની વિરૂદ્ધ મોરચામાં પણ સાથે રહેશે. તેથી લોકોને વધારે વિશ્વાસ બેસશે અને ભેદબુદ્ધિ ઊભી નહીં થાય. મારા તરફથી સર્વાગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246