Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 234
________________ ૨૧૮ વિજ્ઞાનને લીધે સુખ વધ્યું પણ સાથે સાથે વિષમતા પણ વધી. રાજતંત્ર આ રાગદ્વેષને દૂર ન કરી શકે. એટલે ગાંધીજીએ એક બાજ ત્યાં સંયમ, ત્યાગ વગેરે માર્ગો શીખવ્યા, ત્યારે બીજી બાજ, અન્યાયને પંખ ન રહી જાય તેવો અહિંસક પ્રતિકાર શીખવ્યું. આ એક અદ્દભૂત નમૂન મંડાય છે; છતાં ઘર્ષણ વગરના સમાજના પુરૂષાર્થનું આખરી સ્વરૂપે પ્રગટયું નથી; લોકશાહી સમાજવાદી પહતિ સિદ્ધ થઈ નથી. એટલે જ મેં સવારે કહેલું કે (૧) કલ્યાણરાજ (૨) સર્વોદય અને (૩) એ બન્નેને તથા બીજા સુબળાને જોડતી અનુબંધવિચારધારા પણ અંતિમ સ્વરૂપે પહોંચી નથી. ગાંધીજીએ જેમ શંકરલાલ બેંકર, અનસૂયાબહેન પાસેથી કામ લીધું; તેમ અનુબંધવિચારધારાવાળા આપણે પણ ઉદારતાથી સાથોસાથ પિતીકાં જીવનમાં કડક થઈએ તે જ જલદીથી બધાની નિકટ આવી શકીએ. આજે ગાંધીજીની અધૂરી રહેલી કાર્યવાહી પૂ. સંતબાલજી મહારાજ કહે છે. તેમ બધા સાથે મળીને જ પૂરી કરી શકશે. સંતબાલજીએ જે યંત્રમર્યાદાની વાત દશ વર્ષ પૂર્વે કહેલી, તે હવે અણણ સાહેબ, ઝવેરભાઈ અને જયપ્રકાશજી જેવા સર્વોદયી કાર્યકરોને ગળે ઊતરી ગઈ છે. એટલે સહકારી ધોરણે નીચેથી યાત્રાને ગોઠવ્યા વગર વિશ્વ સાથે એને તો નહીં મળે. માલપરામાં યંત્રચક્કી સાથે હાથચકીને એ રીતે તાળ અમે મેળવ્યું છે. સંહારક યંત્રને નિષેધ, ગતિદાયક યંત્રમાં મર્યાદા અને સહકારી ધોરણે નફા ઉપર અંકુશ, તેમજ સહાયક યંત્રને વ્યાપક ઉપગ આમ થશે તે આજના યુગે ગાંધીજીનું અધૂરું કામ યુગાનુરૂપ આગળ ધપશે. ૧૦- ૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246