Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮૬
હિંદીઓને તેમની સ્વતંત્રતાને અધિકાર આપ જોઈએ પણ તેમનું કંઈ ચાલતું નહીં. એ લોકેએ કેટલાક ભારતીય નેતાઓને સલાહ આપી અને રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના થઈ. આ સંસ્થાએ પાયામાં રાષ્ટ્રીય એક્તાને રાખી. પણ આ આખુયે દળ વિનીત દળ કહેવાતું.
ભારતમાં એવા પણ ઉગ્ર વિચારના હતા કે બેબગોળા બનાવીને બ્રિટીશ રાજ્યને ઉથલાવી પાડવું. આ અંગે બંગાળ, યૂપી; પંજાબ અને મહારાષ્ટ્રમાં કેટલાક યુવાને કાર્ય કરતા હતા, તેમાંથી કેટલાક પકડાયા, કેટલાકને ફાંસી થઈ. ખુદીરામ બોસ વગેરે આમાં અગ્રણી હતા. સાવરકરને જનમટીપની સજા થઈ. પણ આ માર્ગ સાચે ન હતો. આવા છૂટ yટ હુમલાથી બ્રિટિશ સરકાર નમે તેમ ન હતી.
કેગ્રેસની પ્રારંભની વ્યક્તિઓમાં દાદાભાઈ નવરોજજી, ગોખલે વગેરે કાર્ય કરતા હતા. તિલક પણ તેમાં જોડાયા અને તેમણે
સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે” એ સૂત્ર આપ્યું. ભારત અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને શ્રીમતી એની બેસંટ આયલેડથી અહીં આવ્યા, તેમણે “હેમરૂલ” (ગૃહ સ્વરાજય)ની માંગણી કરી.
પણ. તે છતાં ધાર્યું કે લોકોને ન હતો. એની બેસંટ કે તિલક પાછળ જે રીતે લોકો હેવાં જોઈએ તેવું દેખાતું ન હતું. એ માટે એક એવાં માણસની જરૂર હતી. જેનું જીવન આધ્યાત્મિક હોય અને જે લોકોમાં ભળી ગયેલો હોય. આ કામ મહાત્મા ગાંધીજીએ પૂરું પાડ્યું. તેમણે આશ્રમ સ્થાપી લેકીને વ્રતબદ્ધ કર્યા. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં. લોકોને લાઠી, ગોળી માર અને જેલ યાત્રા તેમજ યાતના સહન કરવાની તેમણે તાલીમ આપી. આથી આ દેશ એકાગ્ર થયો. ગ્રેસને તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમો આપ્યા. તેમણે સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો. રાજકારણમાં બળ કે છળ નહીં પણ કળથી કામ કરવાનું સૂચવ્યું. અહિંસા વડે રાજ્યક્રાંતિનું માર્ગદર્શન ભારતને મળ્યું. તે છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com