Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૪.
માર્ગે વાળવાની વાત આવી. ત્યારે પ્રફુલચંદ્ર રાય જેવા પાસે અણુપરમાણુના સિદ્ધાંતો હોવા છતાં તેને ઉપગ તેમણે બેબ બનાવવામાં ન કર્યો, પણ કલ્યાણમાં કર્યો. એ જ રીતે ડે. ભાભા જેવા આજે અણુશક્તિને ઉપયોગ વિજળી, રાસાયણિક-સંશોધનો વગેરે માટે કરી રહ્યા છે. આ એક સનાતન પરંપરા છે. તેથી ભારતીય વૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિક-ક્રાંતિકાર કહી શકાય છે.
ત્યારે, પશ્ચિમમાં એથી ઊલટું છે. આઈન્સ્ટાઈન જેમ પણ અમેરિકન સરકાર ખાતરી આપ્યા બાદ ફરી જાય છે અને હીરોશીમા નાગાસાકી ઉપર અણુબેન નાખે છે. એથી આઈન્સ્ટાઈન જેવા માનવતાવાદીને દુઃખ થાય છે? એવા બીજા પણ વિદેશી વૈજ્ઞાનિકો છે જેમણે કોઈપણ મૂલ્ય વેચાઈ જવાને સાફ ઈન્કાર કર્યો
પણ, જે હવે વૈજ્ઞાનિકને સંબધ અધ્યાત્મ કે સેવાની સાથે કાયમ નહીં રહે, તે ભારતમાં પણ માઠાં પરિણામ આવે એની શક્યતા ઊભી છે. તે માટે અનુબંધવિચારધારાનો પ્રચાર જરૂરી છે. વિજ્ઞાનક્ષેત્રના સંગઠને નૈતિક પાયા ઉપર થાય એમ એકવાર તે મૂડીવાદ છે રાજ્યના હાથમાંથી છૂટું થાય તે ઘણું સુંદર પરિણામ આવી શકે, અને માનવ જે શાંતિને ઝખે છે તે તેને મળી શકે.
શ્રી. ફલજીભાઈઃ ભારતના વિજ્ઞાનમાં નાનામાં નાની બાબતમાં પણ ધર્મનું અનુસંધાન રહેલું છે. દા. ત. દ્રોણાચાર્યજી અશ્વસ્થામાને કહે છે કે બ્રહ્માસ્ત્રને અમુક સ્થળે ઉપયોગ ન કરવું. સવણને મળેલ વૈજ્ઞાનિક સિદ્ધિઓ અમૂક સ્થળે ન વાપરવાને નિયમ હતો અને તેણે વાપરી તે તે નિષ્ફળ ગઈ
આજે ભૌતિક સુખ-સગવડે વધારવી એમાં જ વિજ્ઞાનની ઇતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com