Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૮
વિચાર પરિવર્તન ન કરવામાં આવ્યું. આજ ભારતીય સંસ્કૃતિની ક્રાંતિની વિશેષતા છે.
ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા રહી કે કોઈને (બીજી જાતિને) ખતમ કરીને સંસ્કૃતિ ઊભી કરવામાં આવી નથી. જો કે દેખાદેખી
ડાં પરિવર્તનો થયાં છે-સાહિત્ય-કળા-સંસ્કૃતિમાં એક બીજા ઉપર એક બીજાની અસર દેખાશે પણ તે સ્વેચ્છાપૂર્વકનું છે. જૈન કથામાં, વૈદિક સાહિત્યનું પ્રતિબિંબ દેખાશે. જૈનતીર્થંકર ઋષભદેવને ભાગવતમાં અવતાર તરીકે ગણવામાં આવ્યા છે. બૌદ્ધ ધર્મના બુદ્ધ ને પણ અવતાર ગણવામાં આવ્યા છે. હિંદુઓમાં સત્યનારાયણની કથા છે તો મુસલમાનોમાં સત્યપરની ક્યા છે. આમ પરસ્પરનાં સારાં મૂલ્યોને સમાવી લેતી પર પરા આજથી ૫૦૦૦ વર્ષ જૂની ચાલી આવતી હતી. સમાજ પોતાની રીતે ગોઠવાઈ જતું. અઢારવર્ણના લોકો રહે. તેમના ઘેર દાગીને ન હેય, શેઠને ત્યાં હોય. પણ ખાત્રી એટલી કે ભલે ત્યાં રહે, ટાણુસર જોશે ત્યારે લઈ આવશું. ગામમાં વરસાદ પડે ત્યારે બે સારાં મકાનમાં સો રહશે, કોઈ ભૂખ્યો ન રહે તેને ખ્યાલ મહાજન રાખશે. ગામ એટલે નાધારાને આધાર; તેને પોષણ મળવાનું સ્થળ. આ રીતને અર્થ-વહેવાર આપણે ત્યાં સમાજે ગોઠવ્યો હતો.
બહારનું આક્રમણ ન થયું ત્યાં સુધી એ રીતે જ ચાલ્યા રાજકીય ક્ષેત્રે જરૂર બળયાના બે ભાગ જેવું થયું. અંગ્રેજોએ મુત્સદ્દીગીરી, ખટપટ, તલવારનો ઉપયોગ રાજય લેવા માટે કર્યો. આપણે ત્યાં તલવાર અને ખટપટે તેમજ મુત્સદ્દીગીરીના કાવાદાવા રાજ્ય ક્ષેત્રે ચાલુ રહ્યા; પણ બ્રાહ્મણનું કામ, સંતાનું કામ, રાજકારણના હોદ્ધા અને મેલી ખટપટથી અલગ રહીને સમાજને ઘડવાનું હતું. તેથી બધા ક્ષેત્રે ક્રમે ક્રમે ઉત્ક્રાંતિના હતા, તેમાં સમાજ બદલતા.
અંગ્રેજોના હાથમાં રાજ્ય આવતાં તેમણે શિક્ષણ, ન્યાય, આરોગ્ય વિ.નું કામ પોતાના હાથમાં લીધું. શહેરો અને શિક્ષિતના નવા સમાજ દ્વારા એમણે સામાજિક આક્રમણ કર્યું, પચાસ વર્ષની અંદર અંગ્રેજોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com