Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫
જડી-બૂટી મેળવી કે છોકરૂ થયું કે અમૂકે પાવૈયાઓને પણ સંતાન આપ્યાં એ બાબત માન્ય નહીં થાય. પણ ટેસ્ટ ટયૂબથી બાળકે થઈ શકે; ખાટી વસ્તુ પણ અમૂક દ્રવ્યના સંગથી મીઠી થઈ શકે એ બધી બાબતો વિજ્ઞાનને માન્ય છે. દૂધમાંથી દહીં બની શકે, કેટલું દહીં નાખવું? કેટલીવારમાં દહીં થાય વગેરે બાબતે, સૂકાઈ જવા આવેલાં ઝાડાને ફોસ્ફોરસ અને કેશીયમ પૂરવાથી તે લીલાંછમ ચાય વગેરે કુદરતી તો તેને માન્ય છે; સત્યથી તે એને જાણે છે; ગણિતથી ગણે છે અને તેને જે નિયમ બને તે જગત આગળ રજ કરે છે. આને ગુણ દોષની પ્રક્રિયા કહેવામાં આવે છે.
ધર્મ અને વિજ્ઞાન: આવી વૈજ્ઞાનિક પ્રક્રિયા ભારતમાં થઈ છે. એટલે જ ભારતીય દર્શનમાં એ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે કારણ વગર કાર્ય થતું નથી!” આ આખે વૈજ્ઞાનિક સિદ્ધાંત અહીંના ધર્મ-દર્શનમાં આવી ગયો છે. તેણે એ રીતના કર્મને નિયમ સ્વીકારી લીધે કે કર્મને સંચય થવાથી કાર્ય થાય છે. દા. ત. ખેડૂત ખેતી કરે છે. મહીનાઓ પછી તેને પાક લણે છે. ઘણીવાર કર્મમાં ઝડપીપણું લાવવાથી તે કાર્ય ઝડપી થાય છે. ઘણીવાર કમ એક છતાં બીજનો લેપ લાગવાથી બદલાય છે. રાયણું નાની હોય તેમાં ચીકની કલમ ચુંટાડવાથી રાયણુ પણ ચીકુ આપે છે. ખાટું બીડું મીઠું કરી શકાય છે. પદાર્થોના રંગ-રૂપ સ્વાદ બદલાવી શકાય છે; , પણ તે ચોક્કસ નિયમ પ્રમાણે. અજાણ્યા માણસને એ જોઇને નવાઈ લાગશે પણ ભારતીય ધર્મોએ-દર્શનાએ આ વાત સ્વીકારી લીધી હતી. પરિણામે ભારતમાં ધર્મ અને વિજ્ઞાનનો ઝઘડે થવા પામ્યો નથી. તે માને છે કે માનવતીર્થંકર બની શકે છે; જેસલ જે પાપી પણ સુસંગથી સંત બની શકે છે. એવી જ રીતે જડ–વસ્તુઓમાં પણ પરિવર્તન થઈ શકે છે. પણ તેની પાછળ કાર્ય, કારણ અને નિયમ હેય છે. કોઈપણ ચમત્કાર પાછળ કંઈક કારણ હોય છે એમ અહીંના ધર્મ દર્શને એ માની લીધું. એટલે અહીં ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે ઝઘડો ન થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com