Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૩
ઔદ્યોગિક વિષમતા અને મૂડી વડે શોષણની વિરૂદ્ધ ટેલ્સટેય અને રશ્કિને નૈતિક દ્રષ્ટિએ અર્થ તંત્ર ગોઠવવાની હિમાયત કરી. તેઓ જાતે પણ એ રીતે જીવનમાં વર્તવા લાગ્યા. ખેતી અને કારખાનામાં જે શોષ લોકોનું થતું હતું તેને અટકાવવા તેમણે પ્રબળ પુરૂષાર્થ કર્યો. પિતાનું જીવન તેમણે શ્રમજીવી તરીકે ગાળ્યું. રશ્કિને nn to this last અને ટોલ્સટોયે “બ્રેડલેબર” “આપણું જમાનાની ગુલામી” વગેરે પુસ્તકો લખ્યાં. તેમના વિચારોએ નવી ક્રાંતિ પેદા કરી અને રાજ્ય લોકતંત્રીય રીતે ગોઠવાતું ગયું; અને ઉદ્યોગધંધા સહિયારા થવા લાગ્યા. અર્થની સાથે ધર્મ અને નીતિ શી રીતે ટકી શકે ? ઈશ્વરી કાયદો શું છે ? અર્થતંત્રમાં ખરા ઉત્પાદક કોણ છે ? બૌદ્ધિક શ્રમની શારીરિક શ્રમ કરતાં વધારે કીંમત છે; એ મંતવ્યનું નિરાકરણ વગેરે પ્રશ્નો તેમણે પિતાના સાહિત્યમાં છયા.
તે છતાં પણ ઔદ્યોગિક ક્રાંતિમાં મૂડીની પકડ વચ્ચે માણસ હજુ ગુલામ હતો. તે વખતે જર્મનીના કાર્લ માકર્સે આ વિષમતા મટાડવા અને શ્રમિકોને પૂરૂં મળે તે માટે અર્થશાસ્ત્રનાં પુસ્તકો લખ્યાં. તેઓ પોતે ગરીબાઈમાં ઊછર્યા હતા. એકવખત તેમણે પોતાને ઓવરકોટ વેચી નાખ્યો અને શરદી સહીને પણ ક્રાંતિનું કાર્ય ચાલુ રાખ્યું હતું. તેમના હૃદયમાં ગરીબ પ્રતિ રગેરગમાં કરૂણ હતી. તેઓ પ્રચલિત ૨૮ ક્રિયાકાંડવાળા ધર્મ સંપ્રદાયમાં માનતા ન હતા પણ સત્ય, અહિંસા, ન્યાય વગેરે ધર્મતમાં માનતા હતા. તેમને પિતાનું ઘર બદલવું પડ્યું. ફાંસ ગયા. ત્યાંના એક પત્રમાં લેખો પ્રગટ થતાં ચ સરકારે તેમને દેશવટો આપે. પેરિસથી તેઓ બ્રુસેલસ ગયા. ત્યાં એક પરિસના વેપારીએ તેમને મદદ કરી. તેમના વિચારેએ મજૂર–એકતાને શંખનાદ દૂકો અને ત્યાંની સરકારે પણ તેમને બહાર કાઢયા. આથી તેમને જર્મની-ફસને મૂકીને ઈગ્લાંડ જવું પડયું. ત્યાં પણ કોઇ સગુંવહાલું નહીં એટલે તેમને સામાન ઘરનું ભાડું ન ચૂકવવા માટે લીલામ થશે. તે વખતે તેમને એંગલસ નામને એક મિલ–માલિક મળી ગયા. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com