Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
હતે. યંત્રો વડે માનવને રાહત આપવાનું કામ એમણે કર્યું હતું. આ બન્નેનાં જીવન સાદાં હતાં. પારસી ધર્મની સહિષ્ણુતા, મિલનસારિતા, દાનપ્રિયતા વગેરે ગુણે બનેમાં હતા.
ઉપરની બન્ને વ્યકિતઓએ ઔદ્યોગિક ક્રાંતિ કરી, પણ ભારતની ગરીબીનું મૂળ કારણ ગ્રામોદ્યોગ તરફ ઉપેક્ષા હતી. આ દિશામાં ગોપાલકૃષ્ણ ગોખલે અને ન્યાયમૂર્તિ રાનડેએ ઘણું કામ કર્યું.
એ બન્નેએ ગ્રામેગની જે પ્રેરણું કરી તેની સંકલના મહાત્મા ગાંધીજીએ કરી. ગાંધીજીને સર્વાંગી ક્રાંતિકાર તરીકે માનવા છતાં તેમને ભારતના મહાન આર્થિક ક્રાંતિકાર પણ ગણવા જ પડશે. અંગ્રેજોએ જે રીતે ભારતને ચૂસવું શરૂ કર્યું હતું; અહીંના કારીગર, કુલીઓ અને શ્રમજીવીઓને રંજાડ્યા હતા, મલકામદારો ઉપર જે અન્યાય થતું હતું તેને તેમણે સફળ નીવેડે આ. ગામડાંઓમાં બેકારી વધી રહી હતી. હિંદુસ્તાનનું અર્થતંત્ર બગડી ગયું હતું, ત્યારે ગાંધીજીએ રેંટિયે, ખાદી ગ્રામોદ્યોગ વગેરે દ્વારા આર્થિક ક્રાંતિ સિધ્ધ કરી બતાવી. અંગ્રેજોના શોષણને દૂર કરવા તેમણે નવી રીતે ભારતીય અર્થશાસ્ત્રને રજૂ કર્યું. એ માટે તેમણે સ્વદેશીનું વ્રત આપ્યું. વિદેશી માલનો બહિષ્કાર કરાવ્યું. મજૂરોને ન્યાય અપાવવા મજુર મહાજન' રચ્યું.
ગાંધીજીની ક્રાંતિને આગળ ધપાવવા સંત વિનોબાજીએ ભૂદાન-ગ્રામદાન દ્વારા માલિકી-વિભાજનને સંદેશે ભારતને સંભળાવી. આર્થિક ક્રાંતિના ક્ષેત્રમાં આગળ કૂચ કરી.
ગાંધીજીની અર્થક્રાંતિના અનુસંધાનમાં જ મુનિશ્રી સંતબાલજીએ. ભાલ નળકાંઠા પ્રદેશમાં માલિકી હક મર્યાદા અને વ્યવસાય મર્યાદા જનસંગઠને વડે સ્થાપિત કરી.
વિદેશના કેટલાક આર્થિક ક્રાંતિકારે એમાં સર્વપ્રથમ એડમ સ્મિથને લઈશું, યુરેપનું અર્થતંત્ર echo એટલે ઘર-અને nomic એટલે વ્યવસ્થા-સુધી જ હતું. ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com