Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૯
શરીરનું દાન દઈ ત્યાગ અને સમર્પણનો દાખલ ઊભે કર્યો. દેવોએ ભગવૃત્તિ અને વાસના કાઢી નાખી પરિણામે તેમની જીત થઈ ત્યાગ અને પ્રાણ પણ ન હોય તે ગમે તેટલું ઐશ્વર્ય પણ વ્યકિત કે રાષ્ટ્રની રક્ષા કરી શકતું નથી. આ પહેલું મૂલ્ય પરિવર્તન દધીચિ ઋષિએ મૂક્યું કે પ્રાણસમર્પણ વડે રાષ્ટ્ર-રક્ષા કરવી. . પ્રહલાદઃ સ્વતંત્રતામાં રાજકીય સ્વાતંત્ર્ય, ઉપાસના સ્વાતંત્ર્ય અને વિચારોનું સ્વાતંત્ર્ય પણ આવી જાય છે. યાતના સહન કરીને સંવેદન જગાડવું અને પિતાની સ્વતંત્રતા માટે સામાને પ્રેરવું, એ નવું મૂલ્યાંકન છે. પ્રહલાદને પ્રભુ ઉપાસના અને ધર્મને માર્ગ સાચે લાગતો હતો પણ તેના પિતાએ દમનચક્ર ચલાવ્યું. પિતાને પગે પડવા છતાં; વિનય કરવા છતાં પિતાએ ન માન્યું તો પ્રહલાદ પિતાની સામે થયો. તેણે દારૂણ કષ્ટ સહ્યાં અને અંતે સ્વાતંત્ર્ય ટકાવ્યું.
પ્રહલાદની રીતને એકરીતે ગાંધીજીએ અજમાવી હતી. પિતાની ન્યાયયુકત વાતને દંભ કે છળ વિના પ્રગટ કર્યા જ કરવી, બધી સજા હસતે મોઢે સહન કરવી. એ રીતે તેમણે ભારતની પ્રજાને બતાવી હતી અને પ્રજા શકિતને વધારી હતી. અંતે ભારતે રાજકીય સ્વતંત્રતા મેળવી યાતના સહન કરીને સ્વાતંત્ર્ય રક્ષાનું નવું મૂલ્યાંકન પ્રહલાદે રજૂ કર્યું છે.
ધ્રુવઃ તેના પિતા ઉત્તાનપાદ રાજા પોતાની માનીતી પત્નીના છોકરાને ખોળામાં બેસાડી વહાલ કરે છે. ધ્રુવ બેસવા જાય છે તે અપરમાતા તેને ધૂત્કારી કાઢે છે. બે કે તારે આ ખોળામાં બેસવા માટે તપ કરી મારી કૂખમાં જન્મ લેવો હતો ને!” ધ્રુવ ત્યારે ફરિયાદ કરતો નથી; પણ તપ કરવા ચાલ્યો જાય છે. તેમાં માતા પ્રેરક અને નારદજી પોષક બને છે, ધ્રુવ પ્રજાને પ્રેમ મેળવે છે, સાચે જ પિતાના સિંહાસન અને ખેળાને અધિકાર મેળવે છે. ન્યાયરક્ષા માટે તપ કરી છે કે મૂલ્ય પરિવર્તન કર્યું હતું.
આમ રાષ્ટ્ર રક્ષાની પદ્ધતિ દધીચિએ, સ્વાતંત્ર્ય રક્ષા માટેની પદ્ધતિ પ્રહલાદે અને ન્યાય રક્ષા માટેની પદ્ધતિ ધ્રુવે ઊભી કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com