Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
વંશપરંપરા પ્રમાણે મોટા ભાઈને જ ગાદી મળતી, તેના સ્થાને નાનાભાઈને પણ મળી શકે! ઉદારતા અને એકતા સ્થાપવા માટે તેમણે ચૌદ વર્ષને વનવાસ સ્વીકર્યો હતો. રાષ્ટ્રીય એકતાની ભાવના શ્રીરામે આપેલી છે, આ રાજકીયક્રાંતિ નાનીસૂની નહતી.
ભીષ્મ પિતામહ: કંચન, કામિની અને રાજ્યના ત્યાગી ભીષ્મ પિતામહ શરશયા ઉપર સૂતાં-સૂતા યુધિષ્ઠિરને રાજનીતિનો ઉપદેશ આપે છે કે રાજનીતિ પાળનાર કેટલો સંયમી, આજ્ઞાપાલક અને ત્યાગી હોવો જોઈએ. તેનું દિલ કેટલું વિશાળ હોવું જોઈએ. રાજાએ દ્રસ્ટી તરીકે સમાજની રક્ષા અને જાપાલન કરવા માટે રાજ્યગ્રહણ કરવું જોઈએ એ નવું સૂત્ર ભીષ્મ પિતામહ આપ્યું.
શ્રીકૃષ્ણ : એવી જ રીતે ભીષ્મ પિતામહના સમયમાં શ્રીકૃષ્ણ ભગવાન ક્ષત્રિયપુત્ર હોવા છતાં મુગટને બદલે મોરપીંછી ધારણ કરે છે. હાથમાં ગદાને બદલે બંસી ધારણ કરે છે. તેમણે એક ક્ષત્રિય રાજપુત્ર હેવા છતાં રાજ્યને સ્પર્શ ન કર્યો પણ રાજા રાજ્યને ટ્રસ્ટી છે એ એ રીતે વૃષિગવંશાના સંધ તરીકે યાદવ-રાજ્યને દ્વારકામાં સ્થાપ્યું. જરાસંધ અને કંસ જેવા અત્યાચારી, સરમુખત્યાર–રાજાઓનું રાજ્ય પરિવર્તન કરાવ્યું. કૌરવ રાજ્યને બદલે ન્યાયી પાંડવ રાજ્યની સ્થાપના મહાભારત વડે કરાવી. આને પણ એક રાજ્યક્રાંતિજ કહી શકાય.
ઐતિહાસિક કાળ (ઇ. સ. પૂર્વેને) ભારતના રાજ્ય સંચાલન અને શાસનમાં ત્યાર પછી જેને ઈતિહાસ મળી આવે છે તે કાળમાં જરા નજર નાખીએ તો નીચેની વ્યકિતઓ-રાજ્યક્રાંતિ માટે પ્રેરક બની હતી.
મહાવીર અને બુદ્ધ: આ બન્ને વિભૂતિઓએ ગણરાજ્યને સમર્થન આપ્યું બને છેક શ્રમણ-સંગઠન અને જનસંગઠન ઉપર હતા. એમને વિચાર એ હતો કે જે સાધુ-સંસ્થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com