Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨૩
ભાગ ભલે ન લઈ શકે પણ તેનું સાહિત્ય સમાજ-નિર્માણ માટે ઉપયોગી હોવું જોઈએ.
આ પાંચ લક્ષણને નજર સામે રાખી, સર્વ પ્રથમ ભારતના અને પછી વિશ્વના સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકારોનાં જીવને તપાસીએ.
વાલમીકિ રાષિ તેઓ એક લુંટારા ભીલ હતા. નારદઋષિની પ્રેરણું અને એક એ પ્રસંગ બને છે કે તેમની અંદર રહેલ કવિ–આત્મા જાગી ઊઠે છે અને ભીલ-લુંટારા જેવા પછાત, એ પુરૂષ સંત બને છે. એમને પ્રકૃતિદર્શન અને સમાજ જીવનના અનુભવોમાંથી કવિત્વનું પૂરણ થાય છે.
કહેવાય છે કે કવિ થતા નથી. જન્મે છે. કવિનું લક્ષણ છે કે પ્રકૃતિ અને સમાજની અનુભવ રાશિમાંથી સહેજે પૂરણ મેળવવી.
कविर्मनीषी परभूः स्वयंभूः
–આ ઉપનિષદ વાક્ય પ્રમાણે કવિ મનનશીલ હોય છે. ચારે બાજને જેનાર અને સ્વયંપૂરણ કરનાર હોય છે.
ચના જેડામાંથી એક બાણ વડે ઘાયલ થાય છે અને મારી જાય છે ત્યારે વાલ્મીકિનું કાવ્ય Úરીને પ્રગટ થાય છે –
मा निषाद । प्रतिष्ठां त्वमगमः शाश्वती समाः ય -નિયુનામવ ધીત .
હે નિષાદ! તને આ કાર્ય માટે કઈ શાશ્વત પ્રતિષ્ઠા મળવાની નથી કારણ કે તે નજીવા કારણસર આ પ્રેમ કરતાં કૉચ-યુગલમાંથી એકને મારી નાખ્યો છે.”
–એ કાવ્ય સામાજિક અનિષ્ટોને દૂર કરવા માટે પ્રેરક બની ગયું. કહેવાય છે કે વાલ્મીકિમાં ત્યાંથી કવિ જાગે છે તે આશ્રમ બાંધી, જંગલમાં સાત્વિક જીવન ગાળે છે. ત્યાં જ તેઓ રામાયણ લખે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com