Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૨
કરી. પછી નાટકમાં ભૂમિકા ભજવતા અસફળતા મળી એટલે તેમણે નાટકે લખવા શરૂ કર્યા. તેમાં એમને સફળતા મળવા લાગી.
ઈગ્લાંડની રાણી એલિઝાબેથે તેમને મદદ કરી. તેમણે અંગ્રેજી સાહિત્યને ઉચ્ચ કોટિનું સાહિત્ય આપ્યું. “મર્ચન્ટ એક વેનિટ્સ” “કિંગ લીયર” “મેકબેથ” “હેટ ” “એજ્ય લાઈક ધટ'
પેસ્ટ” “જુલિયસ સીઝર” “એથેલે” “રેમિયો-જુલિયેટ” વગેરેમાં માનવીય ભાવનાઓનું સજીવ નિરૂપણ એવું છે કે લોકો તેનાં પાને પિતાના જ માનવા પ્રેરાય છે.
તેઓ કોમળ હૃદયના હતા. પ્રકૃતિથી કવિ હતા અને રૂચિથી મનોવૈજ્ઞાનિક હતા. એટલે તેમણે તાત્કાલિક સામાજિક દૂષણો ઉપર પ્રહારો કર્યા છે. માનવના અર્ધચેતન અને સુષુપ્ત માનસમાં ઊઠતા આવેગે-સવેગે અને ભાવનાઓને તેમણે મૂર્તિરૂપ આપ્યું છે. નારીહદયના તેઓ વિશિષ્ટ જ્ઞાતા હતા. એટલું જ નહીં, તેમણે સંસ્કારનું પ્રમાર્જન પિતાની રીતે કર્યું “નારી તારું નામ “પવિત્રતા” એ સૂત્ર તેમણે જ આપ્યું. વ્યાપક સ્વાનુભૂતિ અને અંતરજગતને કે ઈ પણ ખૂણે ભાગ્યે જ તેમણે અધૂર રાખ્યો હશે.
આ રીતે તેમણે સાહિત્યિક ક્રાંતિ વડે નવાં મૂલ્યોનું સર્જન કર્યું. ખલીલ જિબ્રાન
એ જ રીતે સીરિયાના લેબનાનમાં ૧૮૮૩માં જન્મેલા ખલીલ જિબ્રાનને પણ સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર ગણાવી શકાય. બશેરી ગામમાં જન્મેલા આ સાહિત્યકારના સાહિત્યમાં આધ્યાત્મિક જીવનને લક્ષીને ખૂબ જ લખાયું છે. કુદરતી શકિતના દ્રોહ કરનારને તેમણે ખૂબ જ ફટકાર આપો છે. એમનાં લખેલા સાહિત્યમાં “પ્રેફેટ” “મેરી જ લવ”
માઈસ્ટિક” “વિદ્રોહી આત્મા” વગેરે મુખ્ય છે. ભૌતિકવાદ તરફ ઢળતી જતી પ્રજાને તેમના સાહિત્યે નવી દિશામાં વિચારવા માટે પ્રેરણું આપી. ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com